જસદણ વીંછિયા તાલુકામાં વીસ લાખ પચાસ હજાર રૂપિયાની વીજચોરી ઝડપી
જસદણ વિછીયા તાલુકાના પીજીવીસીએલ કચેરીના એમડી સાહેબ તથા ચીફ એન્જિનિયર ગાંધી સાહેબની સૂચનાથી વધારે લોસ વાળા ફીડરોમાં જસદણ વિછીયા તાલુકામાં8 વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવેલ જેમાં 111 વિજકનેક્શન ગેરરીતિ કરતા ઝડપાયા હતા
તેમજ ઘર વપરાશમાં 107 વીજ કનેક્શન ઝડપાયા હતા વાણિજ્ય હેતુથી ચાર કનેક્શન ઝડપાયા હતા કુલ મળી રૂપિયા 20,50,000 હજાર રૂપિયાનું વેચ ચોરીનું પુરવણી બિલ આપેલ તથા ફોજદારી રહે કાર્યવાહી હાથ ધરેલ છે.
તેમજ આજે પણ ઉપરોક્ત અધિકારીની સુચના અનુસાર જસદણ તથા વિછીયા તાલુકામાં વીજ ચોરી કરનાર સામે ઝુંબેશ ચાલુ રાખેલ જેમાં 39 ટીમો આ કાર્યવાહી પાછળ હાથ ધરેલ છે
તેમજ આ સાથે રાજકોટ ગઈકાલે ગ્રામ્ય પોલીસ 2 અધિકારીઓ તથા 15 લોકોની કોન્સ્ટેબલ ટીમ અને આજે 2 અધિકારી અને 28 લોકોની ટીમ સાથે કાર્યરત હતી.