પોતાના ઘેઘૂર અવાજ વડે ગઝલોને નવી ઊંચાઈએ લઈ જનાર જગજીતસિંઘ.
રાજસ્થાનના સૌથી ગરમ શ્રી ગંગાનગરમાં 8-2- 1942માં જગજીતસિંઘનો જન્મ થયો હતો .પિતાનું નામ અમરસિંઘ ધમાણી અને માતાનું નામ બચ્ચન કોર હતું.
તમને જાણીને નવાઈ લાગશે કે જીગજીતનું મુળ નામ જીત હતું .પાછળથી ધીમેધીમે જગજીત થઈ ગયું.
સાચા અર્થમાં શબ્દોને જીવી બતાવનાર ગુલઝાર જગજીત માટે કહે છે.મારા શબ્દોને જગજીત ગાઇ છે ત્યારે મારા શબ્દોને નવી ઓળખ મળે છે .નવું ઊંડાણ મળે છે માત્ર તર્જ જ નહી શબ્દોની સમજ સાથેની ગાયકી એટલે જગજીતસિંઘની ગાયકી
ક્યા અને ક્યા શબ્દો પર ભાર મુકીએ તો સાંભળનારને વધુ સમજ પડે એ જગજીત બહુ સારી રીતે જાણતા હતા.
એક જ શેરને વિવિધ અલગ અલગ સુરમાં કહેવાની તેમની આવડતને શ્રોતાઓ તાળીઓના ગડગડાટથી વધાવી લેતા હતા
જગજીત એક કાર્યકમ કરી રહ્યા હતા પોતાની જિંદગીની વાતો કહેતા કહેતા ગઝલો રજુ કરી રહ્યા હતા અચાનક પોતાના શરૂઆતની કારકિર્દીની વાત કરતા અટકી ગયા અને જાહેરાત કરી કે મને પહેલો બ્રેક આપનાર ગુજરાતી સંગીતકાર હતા સદનસીબે એ મહારથી ગુજરાતી સંગીતકાર યશ ચોપડા ગુલઝાર સહીતની મોટી મોટી બૉલીવુડ હસ્તીઓ સાથે બેઠા હતા .જગજીતે આગળ કહ્યું હું વિનંતી કરીશ કે એ સંગીતકારને સ્ટેજ પર બોલાવવામાં આવે.એ સંગીતકાર પોતાની ખુરશી પરથી ઊભા થઈ સ્ટેજ પર આવ્યા.એ સંગીતકાર હતા .આપના ગુજરાતી ધુરંધર અજિત મર્ચન્ટ .
આપના હૃદયમાં મનમસ્તિષ્કમાં અનેરું સ્થાન પામનારા આપના લોકલાડીલા સુરતી ગઝલકાર મરીઝ સાહેબની ઘણી બધી રચનાઓને જગજીતે અમર બનાવી દીધી છે.જેમાં મરીઝ સાહેબની અતિ લોકપ્રિય ગઝલો છે જેમ કે " બસ એટલી સમજ મને પરવરદિગાર દિગાર દે
સુખ આવે ત્યારે મને બધાના વિચાર દે.
આ ગઝલનો એક શેર તો આપણે વારંવાર વાગોળીએ છીએ. એ યાદગાર શેર
દુનિયામાં કઈકનો કરજદાર છું મરીઝ
ચુકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે"
જગજીતસિંઘનું બીજું મહત્વનું યોગદાન મીરઝા ગાલિબ ટી .વી સીરિયલ છે .ગાલિબ જેવા દિગગજની ફારસી ગઝલોને જગજીત અને ગુલઝારે મળીને ઉર્દુમાં ભાષાતર કરી ઘરે ઘરે ગુંજતી કરી ગાલિબ ગુલઝાર જગજીત ઘરે ઘરે જાણીતા અને માનીતા થયા આનાથી ઘણા બધા નવા ચાહકો ઉર્દુ ગઝલોને મળ્યા.
જગજીત આલ્બમ કરતા રહ્યા કાર્યકમો કરતા રહ્યા .પોતાના દુઃખોને પોતાની ગઝલોમાં ઢાળતા રહ્યા .જગજીત ચિત્રાની જોડી ખુબ ચાલી હતી એકના એક દીકરા વિવેકનું કાર અકસ્માતમાં મોત થતા કેટલો સમય આ દંપતીએ ગાવાનું બંધ કર્યું .પાછળથી જગજીતે કેટલી યાદગાર રચનાઓ આપી .
જગજીતે 53 હિંદી ફિલ્મોમાં ઘણા બધા યાદગાર ગીત ગઝલો આપ્યા છે.જગજીતની બહુ જાણીતી ગઝલ " યે દોલત ભી લે લો
યે શોહરત ભી લે લો
મગર મુજકો લોટા દો
વો બચપન કા સાવન
વો કાગજ કી કશ્તી
વો બારીશ કા પાની.
ભારતીયો ગઝલો માણતા થયા એમાં જગજીતનું બહુ મોટું યોગદાન છે.
ગઝલોના આ બાદશાહને કોટી કોટી વંદન
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
Tags:
Information