લબ્બેક યા હુસેન લબ્બેક યા હુસેન
ઇસ્લામ મહિના પ્રમાણે 3 શાબાન છેલ્લા પયગંબર સાહેબની દીકરીના ત્યાં મદીના જેવા પવિત્ર શહેરમાં એક પુત્ર રત્નનો જન્મ થયો.જેમણે આખી દુનિયા ઇમામ હુસેન અ.સ .સાહેબના નામથી ઓળખે છે
આપ સાહેબે ઉચ્ચ સંસ્કાર પોતાના માતાપિતા અને નાનાજી સાહેબ પાસેથી મેળવ્યા હતા ઘરમાં જ્ઞાનનો માહોલ હતો અને પોતાના માતાપિતા તેમજ નાનાજી સાહેબ શ્રેષ્ઠ ન્યાય પ્રણાલીને અનુસરતા હોવાથી આપ સાહેબે બચપણથી જ ઇલ્મ અને તેના ઉપર અમલનો જામ પોતાના રગેરગમાં ઉતાર્યો હતો
આપ સાહેબે યઝીદ જેવા દુષ્ટ અને જુલમી વ્યક્તિની હુકુમત સામે લડત આપી પોતાના વતનનો ત્યાગ કર્યો અને ઇરાકના કરબલા શહેરમાં 3 દિવસ ભૂખ્યા પ્યાસા રહી પોતાના 72 ચૂંનદા સાથીઓ સાથે શહાદત વોહરી લીધી .
આપ સાહેબ ઇનકલાબ અને શ્વેત ક્રાંતિનું બીજું નામ શું છે
આજે આખી દુનિયાના મુસલમાનો ઇમામ હુસેન અ.સ.ને ખુબ જ આદર અને માન સન્માન છે
ઇમામ હુસેન અ.સ.નું જીવન જોઈએ તો આપ સાહેબે સૌ પ્રથમ તો ઇલ્મ પર ખુબ જ ભાર મુક્યો આપ સાહેબ વારંવાર ફરમાવતા કે ઈબાદત બંદગી ખુદાની બીકથી કે લાલચ રાખી ક્યારે પણ કરવી જોઈએ નહી
આપે જે મહત્વની વાત કરી તે હતી ભલાઈનો રસ્તો અપનાવવો અને બુરાઈથી લોકોને રોકો આપ સાહેબે ક્યારેય પણ લોભ લાલચમાં આવી દુષ્ટ વ્યક્તિને સાથ ના આપ્યો પોતાના નેતિક મૂલ્યો ઉસુલો સત્ય માટે પોતાના જાનની પણ પરવા ના કરી
આપ સાહેબે ઝુન નામના કાળા હબસી વ્યક્તિને આગળ કરી જાતપાતથી દુર રહેવાનો સંદેશ આપી દીધો.
દુનિયાને સબક આપ્યો કે જાતપાત મહત્વની નથી પણ સંસ્કાર ધીરજ અને સૂઝબૂજ ધરાવતી વ્યક્તિ મહત્વની છે
આજે જ્યારે આપ સાહેબનો જન્મદિવસ છે તે વખતે આપને વિચારવું જોઈએ કે આપને ખુદ બુરાઈથી બચ્યા ? કેટલાને બુરાઈઓથી બચાવ્યા ? શુ આપણે ભલાઈના રસ્તે ચાલી રહ્યા છે ? શુ આપણે આપના ભાઈઓ બહેનોને એમનો હક આપ્યો? શુ સગાંવહાલાંનો હક અદા કર્યો? શુ આપના પાડોશીઓ આપણાથી ખુશ છે? તેમનો હક અદા કર્યો કે નહી?
શુ જાતપાત છોડી માનવતા માણસાઈ ઉપર ભાર મુકીએ છીએ ખરા?
શુ આપણે સત્ય ને સત્ય અને ખોટા ખોટા કહેવાની હિંમત રાખીએ છીએ ખરા? શુ આપણે એવું કોઈ કામ કર્યું કે જેમાં માત્ર ને માત્ર રબની ખુશી હોય?
ઇમામ હુસેન અ.સ .ને સાચી મોહબત કરતા હોઈએ તો સત્ય શુ છે? ભલાઈ શુ છે? બુરાઈ શુ છે? તે બરાબર સમજી જીવન પસાર કરીશું તો જ આ દુનિયામાં સ્વર્ગ ધરતી પર ઉતરશે.
અંતમાં એમ દુવા કરીએ કે પાક પરવર દિગાર હર મુમેનીનને હજ અને કરબલા વારંવાર નસીબ કરે
અને આપના મૌલા આલી કદર મુફદલ સેફુદ્દીન સાહેબ ત .ઉ શ ની ઉંમર શરીફને કયામતના દીન તક દરાજ અને દરાજ કરે આપનો રૂહાની ઠંડો સાયો હમેશા બાકી અને બાકી રાખે .
આમીન.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
Tags:
Information