અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જેમના દરબારમાંથી ક્યારે પણ કોઈ ખાલી ગયું જ નથી એવા ઇમામ હુસેન અ.સ.

ઇરાકમાં આવેલા કરબલા શહેર અને નજફે અશરફ દુનિયાભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને વિશ્વાસ ભરોસાના કેન્દ્રો છે આ બે શહેરોનું આખા વિશ્વમાં ફેલાયેલા શ્રદ્ધાળુઓ માટે આગવું અનેરું અણમોલ એતેહાસિક મહત્વ ધરાવે છે 

આ બે શહેરોની સાફ સફાઈ ઉડીને આગે વળગે તેવી હોય છે 
દુનિયાભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓની જંગી હાજરી છતાં શિસ્ત અને અનુશાસન હોય છે આ લોકોની શિસ્ત આદર સત્કાર કાબિલે તારીફ હોય છે
આપને કોઈ દુકાનેથી ખરીદી કરીએ ખરીદી કર્યા પછી આપની પાસે રૂપિયા ઓછા હોય તો પણ તમને પુરો સામાન આપી દે છે રૂપિયા પછી આપી જવાનું કહે છે અરે બીજી ખરીદી કરવા જવું હોય તો પણ ઈરાકી દીનાર આપે છે આપના ભારતના 1000 હજાર રૂપિયાના 18/000 ઈરાકી દીનાર આપે છે તમારી પાસે રૂપિયા ઓછા હોય તો પણ સામે ચાલીને હસતા હસતા આગ્રહ કરીને સામાન આપી દે છે આપને હાજી હાજી નું માનવાચક સંબોધન કરે છે 
તમારી કોઈ વસ્તુ પડી જાય કે ખોવાઈ જાય તો તમને થોડા સમયમાં પાછી મળી જશે અહીં બીજાની કોઈ ચીજવસ્તુ કોઈ ઉપાડી લેતું નથી અરે હાથ પણ લગાડતું નથી 
ઇરાકીઓ ઇમામ હુસેન અ સ .સાહેબના દરબારમાં આવનાર તમામ શ્રદ્ધાળુઓની ખુબ જ ઈજ્જત કરે છે ખુબ જ આદર સત્કાર માર્ગદર્શન આપે છે ખુબ જ માન સન્માન આપે છે 
ઝરી મુબારક પર તમે આવો તો ભીડમાં તમને હાથ પકડી આગળ ઝયારત કરવા આગળ લઈ જાય છે 
ઝરી મુબારક પરની થોડી નજદીક તમને પવિત્ર કુરાન શરીફ પઢવાની દુવાઓ કરવાની જગ્યા આપે છે તમારી બાજુમાં કેનેડા કુવૈત અમેરિકા કરાંચી કે બીજા દેશના શ્રદ્ધાળુઓ હોય શકે છે 
લાખો શ્રદ્ધાળુઓની ઝયારત કરવાની તાલાવેલી ઉતાવળ છતાં ક્યાંય પણ ઘોઘાટ કે કોલાહલ શોરબકોર નહીં એકદમ અલોકીક પવિત્ર વાતાવરણ હોય છે જીવનનું અમુલ્ય યાદગાર સંભારણું બની રહે છે 
ધરતી પરનું સ્વર્ગ છે મૌલા હુસેન અ.સ .સાહેબનો દરબાર અહીં તમારી બધી ઈચ્છા મનોકામના અહીં પુરી થાય છે તમારા તમામ ગુના માફ થાય છે તમને દુવા માંગતા કે બંદગી કે ઈબાદત કરતાં આવડતું ના હોય કે ખુશીના માર્યા કઈ સમજ નાં પડતી હોય તો પણ કઈ વાંધો નહીં .તમે ઝરીમુબારક પર આવીને સાચા દિલથી નતમસ્તક માથું ઝુકાવીને ઊભા રહો તો પણ તમારી બધી દુવાઓ મનોકામના પુરી થઈ ગઈ સમજો .
બીન માંગે ભી મિલતી હે યહાઁ મનકી મુરાદે
દીલ સાફ હો જિસકા વો આકે સદા દે 
અહીં જગ્યા જગ્યા પર સિક્યુરિટી હાજર હોય છે તમને મદદ કરવા ખડે પગે હોય છે 
અહીં થોડે થોડે અંતરે ઠંડા પાણીની પરબ હોય છે 
દાઉદી વોહરા સમાજમાં હમારા ધર્મગુરુ આલી કદર ડોક્ટર સેયદના મુફદલ સેફુદ્દીન ત.ઉ શ સાહેબ તરફથી અહીં ઇમામ હુસેન અ સ .સાહેબના દરબારમાં આવનાર તમામ શ્રદ્ધાળુઓ માટે રહેવા જમવાની સગવડ કરવામાં આવી છે એ ટુ ઝેડ સવલત સુવિધાઓ પુરી પાડવામાં આવે છે સવારે સારામાં સારો નાસ્તો બપોરે અને રાતે શાહી ભોજન પુરુ પાડવામાં આવે છે તમારી કોઈ દવા હોય નહી ડોક્ટરની જરૂર પડે તો ડોકટર અને દવાઓ પણ ફ્રીમાં પુરી પાડવામાં આવે છે બધા માટે સમાજના રૂમો આપવામાં આવે છે ઠંડા ગરમ પાણીની સુવિધા નહાવાધોવાની તમામ સુવિધાઓ હાજર કરવામાં આવે છે તમને કઈ ચીજ વસ્તુની જરૂર હોય તો તરત જ પુરી પાડવામાં આવે છે
અહીંના બીજા નાના મોટા ધાર્મિક સ્થાનો પર આવવા જવા માટે સમાજ તરફથી એ.સી બસો અને એક ગાઈડ પુરા પાડવામાં આવે છે જે એ મહત્વની જગ્યાનો ઇતિહાસ અને મહત્વ સમજાવે છે બસમાં પણ પાણી અને નાસ્તો પૂરો પાડવામાં આવે છે 
આલીશાન ફાઈવ સ્ટાર હોટલને ટક્કર આપે એવી તમામ સુખ સુવિધાઓ મફત પુરી પાડવી કઈ ખાવાના ખેલ નથી એકલા રૂપિયાથી કઈ થાય નહીં અહીંના સમાજના સેવાભાવી ખીદમત ગુજારો ખરેખર આપના સુપર દુપર સલમના અધિકારી છે.
તમે એકવાર અહીં આવો તો તમને વારંવાર અહીં આવવાનું મન થશે 
પાક પરવરદિગાર હર મુમેનીનને હજ અને કરબલા વારંવાર એક નહીં 70 વાર નસીબ કરે એમ દુવા કરું છું 
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
વધુ નવું વધુ જૂનું