અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગની મોટી આગાહી: અહીં પડશે કડાકા-ભડાકા સાથે વરસાદ, હજુ 5 દિવસ યથાવત રહેશે વાતાવરણ

હવામાન વિભાગની મોટી આગાહી: અહીં પડશે કડાકા-ભડાકા સાથે વરસાદ, હજુ 5 દિવસ યથાવત રહેશે વાતાવરણ

● વિંછીયા માં વીજળીના તડાકા ભડાકા સાથે છુટા છવાયા વરસાદ ના છાંટા પડ્યા સમગ્ર વિંછીયા ગામ માં toani પવન ફૂંકાયા 
Gujarat Weather Forecast: ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ 5 દિવસ રાજ્યમાં યથાવત રહેશે વાતાવરણ. અહીં વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે.

ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ખેડૂતો પર માવઠાનો માર યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ 5 દિવસ રાજ્યમાં આવું વાતાવરણ યથાવત રહેશે (Gujarat Weather Forecast). જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. આગાહી વચ્ચે કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં સાક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. માવઠાને લીધે જગતનો તાત ફરી ચિંતામાં મૂકાયો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, વીજળીના કડાકા ભડાકા સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે. આવામાં હાલ રાજ્યની વિવિધ માર્કેટિંગ યાર્ડએ ખેડૂતોને સૂચના આપી છે કે, ખેડૂતો માલ ભરીને ન આવે અને હાલ હરાજી પણ બંધ રહેશે.

માવઠાને લીધે ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદ પાકને મોટું નુકસાન કરી શકે છે. ઘઉં, બાજરી અને જુવારને નુકસાન થઈ શકે છે. ચણા, તુવેર અને એરંડા, કપાસ, ધાણા, જીરૂં, ડુંગળીને નુકસાન થઈ શકે છે. માવઠાને લીધે કેરીમાં પણ નુકસાની થઈ શકે છે.

વરસાદની આગાહી સાથે ગરમીનું જોર પણ સતત વધી રહ્યું છે. શુક્રવારે રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન સુરત અને સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સૌથી ઊંચું લઘુત્તમ તાપમાન સુરતમાં 23 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન ઓખામાં 30 ડિગ્રી નોંધાયું હતું અને સૌથી નીચું લઘુત્તમ તાપમાન ગાંધીનગરમાં 16 ડિગ્રી નોંધાયું હતું. આમ ગરમીનું પ્રમાણ વધતા ડબલ ઋતુનો અંત આવી રહ્યો છે.


વધુ નવું વધુ જૂનું