અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના કનેસરા ગામનાં પરણિત યુવક એક યુવતી સાથે ભાગી ગયાં બાદ આપઘાત કર્યો

જસદણના કનેસરા ગામનાં પરણિત યુવક એક યુવતી સાથે ભાગી ગયાં બાદ આપઘાત કર્યો


યુવતીને પરિવારજનો લઈ જતા માતાજીના મઢે જઈ ઝેર ગટગટાવી લીધુ: પ્રેમ પ્રકરણમાં યુવકે આપઘાત કરતાં માસુમ બાળકે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ તાલુકાના કનેસરા ગામના વતની અને રાજકોટ રહેતો યુવાન ત્રંબા ગામની યુવતીને ભગાડી ગયા બાદ કનેસરા આવી વખ ઘોળ્યું હતું. યુવતીને તેના પરિવારજનો લઈ જતા યુવકે આપઘાત કરી લેતા માઉમ બાળકે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં રહેતા મૂળ જસદણ તાલુકાના કનેસરા ગામના વતની અશ્વિન ધનજીભાઈ કુકડિયા નામના 25 વર્ષીય યુવાને ગામમાં આવેલા માતાજીના મઢ પાસે ઝેરી દવા ગટગટાવી લેતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન અશ્વિને દમ તોડતા એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

આ અંગે જાણ થતાં ભાડલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક અશ્વિન કુકડીયા રાજકોટ રહેતો અને અને ચાર વર્ષ પહેલાં તેને લગ્ન બાખલવડ ગામની યુવતી સાથે થયા હતા.પરંતુ અશ્વિન કૂકડિયા થોડા દિવસ પહેલા ત્રંબા ગામની યુવતીને ભગાડી ગયો હતો. બંને દ્વારકા તરફ ભાગી ગયાની જાણ યુવતીના પરિવારજનોને થતા યુવતીના પરિવારજનો તેણીને સાથે લઈ આવ્યા હતા.

પરંતુ ત્યાર બાદ અશ્વિન રાજકોટ પણ ન ગયો કે કનેસરા પોતાના ઘરે પણ ન ગયો. યુવાને માતાજીના મઢ પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યાર બાદ તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના બિછાને યુવાને દમ તોડયો હતો. મૃતક અશ્વિન બે ભાઈ અને એક બહેનમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું