જસદણમાં વેલકમ ચેરીટેબલ ટ્રસ્ટએ વિનામૂલ્યે બે એમ્બ્યુલન્સ મુકી: આગેવાનોએ કામની જબરી નોંઘ લીધી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં નાતજાત કે અમીર ગરીબના ભેદભાવ જોયા વગર ફ્કત ને ફ્કત માનવસેવાને વરેલ વેલકમ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ જસદણ અને વિંછિયા પંથકનાં પ્રજાજનો પાસેથી એક પણ પૈસો લીધાં વિના બે એમ્બ્યુલન્સ આજે ગુજરાત રાજ્યના આગેવાનો શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી જયરાજસિંહ જાડેજા, શ્રી સત્યજીતકુમાર ખાચર, શ્રી અશોકભાઈ ધાધલ, શ્રી અલ્પેશભાઈ રૂપારેલિયા, શ્રી ઇમરાનભાઈ ખીમાણી, અશોકભાઈ મહેતા, કાર્તિકભાઈ હુદડ, ચંદુભાઈ કચ્છી આ ઉપરાંત મસ્જિદના ઇમામો વચ્ચે અર્પણ કરી હતી
વેલકમ ચેરીટેબલ ટ્રસ્ટના ઈકબાલભાઈ કથીરી, વસીમભાઈ કથિરી, રફિકભાઇ રાવાણી (બાપુ) અરશદભાઈ પરમાર, રમીજભાઈ પઠાણ, ઇરફાનભાઇ બારૂબી, ખાલિકભાઈ રાવાણી, યાસીનભાઈ બેલીમ, સુલેમાનભાઈ પરમાર, શબ્બીરભાઈ કથીરી, આસિફભાઈ કથીરી, અનીશભાઈ કથીરી, ઇમરાનભાઈ બોદલા, રાજાભાઈ, સયુંમભાઈ, ફારુકભાઈ, વગેરેએ અથાક પરિશ્રમ ઉઠાવ્યો હતો અને તમામ મહાનુભવોનું સન્માન કરેલ હતું
આ તકે મહાનુભવોએ પણ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની કામગીરીની પણ ઉત્તમ સરાહના કરી હતી. તસ્વીર
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352