અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રામાયણ મહાભારત નુકકડ યે જો હે જિંદગી જેવી જુની સિરિયલો ફરી ચાલુ કરો.

પહેલા દરેક ઘરોમાં ટી .વી .હતા નહીં.એ વખતે આપણા જાણીતા નિર્માતા નિર્દેશક બી.આર.ચોપરાએ નાના પડદા પર જોરદાર ધમાકેદાર પ્રવેશ કર્યો.આપણા એવરગ્રીન મહાભારતને ટી વી પરદે બનાવવાનું સાહસ કર્યું.સિરિયલ જબરદસ્ત હીટ રહી .હરીશ ભીમાનીનો ઘેરો અવાજ હજુ કાનોમાં ગુંજે છે ડોકટર રાહી માસુમ રજાના સંવાદો સિરિયલને ચાર ચાંદ લગાવી ગયાં.
મહાભારત જ્યારે રજુ થતી તે વખતે રીતસર રસ્તાઓ ગલીઓ શેરીઓ રોડ સુમસામ થઈ જતા હતા .
બીજા રામાનંદ સાગર રામાયણ લઈને આવ્યા .અરુણ ગોવિલ દીપિકાને રામ સીતા તરીકે રજુ કર્યા સિરિયલ જબરદસ્ત હીટ રહી અરુણ ગોવિલ અને દીપિકાને લોકો રામ સીતા માની પુજા કરવા લાગ્યા દીપિકા લોકપ્રિયતા વધતા પછી ભાજપના સાંસદ પણ બન્યા હતા .
રામાયણનો એક એપિસોડ એ સમયે 1980 માં 9 લાખ રૂપિયાના ખર્ચે બનતો હતો રામાયણ સિરિયલનું 55 દેશોમાં પ્રસારણ કરવામાં આવ્યું હતું આખી દુનિયામાં 650 મિલિયન વધારે લોકો આ સિરિયલ રસપુર્વક જોતા હતા 
52 એપિસોડ પહેલા મંજુર થયા હતા પછી 78 એપિસોડ સુધી સિરિયલ ધુમ ચાલી હતી 
1986 માં આપણી જુની વાર્તાઓ કહેતી વિક્રમ ઓર વેતાલ આવી એ પણ ખુબ ચાલી 
સફી ઇનામદાર સ્વરૂપ સંપત રાકેશ બેદી અને સતીશ શાહ યે જો હે જિંદગી લઈ આવ્યા 
બહુ સારી કોમેડી હોવાથી ખુબ પસંદ કરવામાં આવી લોકો હસી હસી આખા દિવસનો થાક ઉતારી ફ્રેશ થઈ જતા હતા 
એવી જ રીતે આપણી શેરીની ગલીની કથા કહેતી નુકકડ આવી દિલીપ ધવન સમીર ખખકર સુરેશ ચતવાલ અવતાર ગીલ જાવેદ ખાન સાવ સામાન્ય કોમન મેનના પાત્રમાં રજુ થયા સિરિયલને દર્શકોએ બન્ને હાથે વધાવી લીધી .કુંદનશાહ અઝીઝ મીરઝાની નુકકડ ખુબ ચાલી 
આવી અનેક સાફ સુથરી સિરિયલો વડીલો બાળકો મહિલાઓ સાથે જોઈ શકાતી હતી  
હવે ટી વી પર એકલા દાવપેચ તિરસ્કાર અપમાન હરીફાઈ અશ્લિલતા દેખાવા માંડી છે પેલા બીઝનેસમેન કેમ તોડી પાડવો ?કેમ બરબાદ કરવો? લગ્ન બહારના સંબધોને વાજબી બતાવવા એક મહિલા બીજી મહિલાની ઈર્ષા કરે એને નીચું બતાવવા ભરપૂર કોશિશ કરે કાવાદાવા કરે એ સીવાય બીજું કશું હોતું નથી 
આવી ફાલતુ સિરિયલો કરતા આપણી મહાભારત રામાયણ નુકકડ યે જો હે જિંદગી નટખટ નારદ જેવી જુની સિરિયલો ફરી એક વખત ચાલુ કરો આપણા મહાન સાહિત્ય વારસાથી નવી પેઢી પરિચિત થાય આપણી સંસ્કૃતિ સંસ્કાર આદર સત્કારથી નવી પેઢી પરિચિત થાય અને બધાને સાફ સુથરી સારી સિરિયલો જોવા મળે.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું