અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

દમદાર ખુંખાર અસરદાર જિંદાદીલ કલાકાર ડેની

દમદાર ખુંખાર અસરદાર જિંદાદીલ કલાકાર ડેની

શેરિંગ ફિનટસો ડેની ડેન્ઝોપ્પા ડેનીનું આખું નામ છે .આપના જ્યાં બચ્ચન ડેનીના ક્લાસમેટ હતા તેમને આ લાંબુ નામ ટૂંકાવી ડેની નામ આપ્યું.
સિક્કિમ જેવા સાવ નાનકડા પછાત રાજ્યમાંથી નીકળી ડેનીએ પોતાની મહેનત અને પ્રતિભાના જોરે આખા ભારતમાં જાણીતા અને માનીતા થયા .
25 મી ફેબ્રુઆરી 1948માં જન્મેલા ડેનીની પ્રથમ ફિલ્મ જરૂરત હતી પણ ગુલજારની મેરે અપનેમાં ડેનીએ પોઝીટીવ રોલ કર્યો.
ડેની એક સશક્ત અભિનેતા ઉપરાંત સારા ગાયક પણ હતા ડેનીએ કારકિર્દીની શરૂઆતમાં નેપાળી ગીતો ગાયા હતા જે આસામ નેપાળ સિક્કિમમાં ખુબ જ લોકપ્રિય થયા હતા 
ડેનીએ હિંદી ઉપરાંત અંગ્રેજી ફિલ્મ સેવન ઈયર્સ ઇન તિબેટ માં હોલીવુડ અભિનેતા બ્રાડ પીટ સાથે અભિનય કર્યો હતો.
2003 માં ડેનીને ભારતના ચોથા ક્રમના સૌથી મોટા ગણાતા પદ્મશ્રી નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા 
ડેનીએ 190 થી વધુ હિંદી નેપાળી બંગાળી અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે
ભારતની બ્લોક બસ્ટર ફિલ્મ શોલેમાં ગબ્બરસિંઘના રોલમાં નિર્દેશક રમેશ સિપ્પીની પહેલી પસંદ ડેની હતા પણ ધર્માત્મા માટે ફિરોજખાને અફઘાનિસ્તાન સરકારની મંજૂરી લીધી હતી તેથી ધર્માત્માના શુટિંગ માટે ડેનીને અફઘાનિસ્તાન જવું પડે એમ હતું પાછળથી સલીમ જાવેદના કહેવાથી ગબ્બરના રોલમાં અમજદખાનની એન્ટ્રી થઈ અને અમજદ અને ગબ્બર બન્ને અમર થઈ ગયા.
ડેની પોતાની ભૂમિકાઓમાં જાન રેડી દેતા હતા પડદા પર ખોફનાક ને દહેશતભર્યું વાતાવરણ ઊભું કરી દેતા હતા .
ધર્માત્મામાં હેમાને પામવાના રોલમાં જે ઝનૂન ડેનીએ પરદા પર સાકાર કર્યું તે કાબિલે તારીફ છે 
બી .આર ચોપડાની ધૂંધમાં સંજયખાન જિનત અમાન સામે વિહલચેર પર બેઠા બેઠા ગુસ્સે થતા પતિનો રોલ ડેની સીવાય કોણ કરી શકે? 
1984 ની કાનૂન ક્યાં કરેગામાં રઘુવીરસિંહની ભૂમિકા કરી 
મુકુલ આનંદની હમમાં અમિતાભ સામે બખતાવરની ભૂમિકા કરી એજ મુકુલ આનંદની અગ્નિપથમાં અભિતાભ સામે કાચા ચીનાના રોલમાં જમાવટ કરી 
રાજકુમાર સતોષીની ઘાતકમાં કાત્યાનો યાદગાર રોલ કર્યો 
2014 ની બેગબેગમાં એક ડોનનો રોલ કર્યો 
2000ની પુકારમાં દેશને બરબાદ કરતા આતંકીની ભૂમિકા ભજવી 
2010માં બેગબેગમાં રોબર્ટ બનાવી દુનિયાનો વિનાશ વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી 2014ની જય હોમાં એક ભ્રષ્ટ ભૂમિકા ભજવી 
1994 ની મેહુલકુમારની નાના પાટેકરની ફિલમ ક્રાંતિવીરમાં ચતુરસિંહની ભૂમિકા ભજવી હતી 
ડેનીએ મિથુન ચક્રવતી અને પદ્મિની કોલહાપુરીની ફિલ્મ પ્યાર ઝુકતા નહીંમાં અમીર સસરાની ભૂમિકા ભજવી હતી 
આ ઉપરાંત ડેનીએ બદીશ ચુનોતી આશિક હું બહારોકા ધ બર્નીગ ટ્રેનમાં પણ પોતાની છાપ છોડી હતી 
ડેની પડદા પર દમદાર અસરકારક અભિનય માટે જાણીતા હતા પડદા પર ડેની તેમની હાજરીનો અહેસાસ કરાવતા હતા 
ડેનીએ લાંબા સમય સુધી યાદ રહે તેવા યાદગાર ભૂમિકા કરી દર્શકોને એક સુખદ આંચકો આપ્યો હતો 
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું