રાજકોટ ડે. મેયર કંચનબેન સિદ્ધપુરાને શુભેચ્છા પાઠવતાં વિજય રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ તા.૨૩
જસદણ જીઆઈડીસી એસોસિએશન અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડએ રાજકોટ મહાનગર પાલિકાના નવનિયુકત ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરાને શુભેચ્છા સહ અભિનંદન પાઠવતા જણાવેલ કે પાર્ટીમાં ઘણા વર્ષોથી સંગઠનલક્ષી અનેકવિધ જવાબદારીનું વહન કરનાર વોર્ડ-૧૬ના કોર્પોરેટર અને લુહાર સમાજના મહિલા અગ્રણી કંચનબેન સિધ્ધપુરાને રાજકોટના ૩૩માં ડેપ્યુટી મેયર તરીકેનું દાયિત્વ મળેલ છે ત્યારે તેઓ મહિલા સશકિતકરણ અને સામાજિક સેવાઓ, મહિલા લક્ષી કામગીરી અને નિરંતર વિકાસયાત્રામાં સહભાગી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે
કંચનબેન સિદ્ધપુરા 25 વર્ષથી ભાજપમાં સક્રિય છે.
વોર્ડ નંબર 16ના કોર્પોરેટર છે.
રાજકોટ શહેર ભાજપમાં ઉપપ્રમુખ, મંત્રી તથા મહામંત્રી તરીકે હોદ્દા પર રહી ચૂક્યા છે.
રાજકોટ શહેર ભાજપમાં મહિલા મોરચાના મહામંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
તેઓ લુહાર જ્ઞાતિના મહિલા મંડળના પ્રમુખ તરીકે કાર્યરત છે.
આ ઉપરાંત જુદી-જુદી ચૂંટણીઓમાં અલગ અલગ જવાબદારી નિભાવે છે.
Tags:
News