અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ સુરત સ્લીપર લકઝરી એસટી બસ સેવા નો પ્રારંભ

જસદણ સુરત સ્લીપર લકઝરી એસટી બસ સેવા નો પ્રારંભ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ એસ ટી ડેપો દ્વારા જસદણ થી સુરત સ્લીપર લક્ઝરી એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા તાજેતર મા જ એસટી નિગમને 150 થી વધુ બસો ફાળવવામાં આવેલ છે. જેમાં જસદણ ખાતે ફાળવેલ બસ ને મુસાફરો નો ટ્રાફિક જોતા ડેપો મેનેજર પી. યું. મીર યુવા ઉદ્યોગપતિ વિજયભાઈ રાઠોડ નગરપાલિકા પ્રતિનિધિ દ્વારા સુરત રૂટ પર દોડાવવાનો નિર્ણય લેતા ૐ શાંતિ સંસ્થા દ્વારા પૂજન વિધિ કરીને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ બસ જસદણ થી સાંજે 18.30 ઉપડી વાયા પાળીયાદ રાણપુર ધંધુકા ખેડા નડિયાદ , વડોદરા થઈને સુરત જશે અને સુરત જસદણ સુરત થી રાત્રે 21.45 ઉપડી અંકલેશ્વર વડોદરા તારાપુર ધંધુકા પાળીયાદ થઈ પરત ફરશે. આ તકે ડેપો મૅનેજર પી. યુ. મીર , ત્રણેય યુનિયન ના આગેવાનો કર્મચારી મંડળ દિલીપભાઈ ડી ગીડા મજુર મહાજન ના ભરતભાઈ તેરયા અને ભારતીય મજદુર સંઘ ના અનવરભાઈ પઠાણ સહિતના મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું