અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના ત્રણ સ્વર્ગસ્થ સામાજિક કાર્યકરોની યાદમાં અનેક સેવાકિય કાર્યો થયાં

જસદણના ત્રણ સ્વર્ગસ્થ સામાજિક કાર્યકરોની યાદમાં અનેક સેવાકિય કાર્યો થયાં
 જસદણના ત્રણ સ્વર્ગસ્થ સામાજિક કાર્યકર વિપુલભાઈ વેલજીભાઈ હીરપરા, અંકુરભાઈ લક્ષ્મણભાઈ વઘાસીયા, પારસભાઈ રમેશભાઈ હીરપરાની યાદમાં તેમનાં પરિવારજનો સગા સ્નેહીઓ અને મિત્રોએ રક્તદાન, અને બટુક ભોજન સહિતના સેવાકિય કાર્યો કરીને એક ખરાં અર્થમાં જરૂરીયાતમંદો સુઘી પહોંચ્યાં હતાં રાજકોટ શહેર અને જિલ્લાના થેલેસીમિયા પીડિતોની વ્હારે પહોંચવા માટે આ ત્રણેય સ્વર્ગસ્થોના સ્નેહીઓએ એક રક્તદાન કેમ્પ યોજેલ હતો જેમાં ૧૧૩ રક્તદાતાઓએ પોતાનું રક્તદાન આપેલ હતું આ ઉપરાંત શહેરના પછાત વિસ્તારમાં આવેલ શાળાઓના વિદ્યાર્થીઓને નાસ્તો પણ આપી સ્વર્ગસ્થોની યાદ મનાવવામાં આવી હતી આ તકે મહાનુભવો ડો. ભરતભાઈ બોઘરા, અરજણભાઈ રામાણી, દિનેશભાઈ બાંભણીયા, વિજયભાઈ રાઠોડ, મનસુરભાઈ વરપારેખ, મહેન્દ્રભાઈ હીરપરા, કનુભાઈ રામાણી, ડો. રાજુભાઈ ભુવા, અલ્પેશભાઈ રૂપારેલિયા, ડો. કમલેશભાઈ હીરપરા, જીગ્નેશભાઈ હીરપરા, વલ્લભભાઈ હીરપરા, ધનજીભાઈ હીરપરા, ધીરુભાઈ હીરપરા (ભાડ) દીપભાઈ ગીડા, ડો. સી એલ બાવીસી, રાહુલભાઈ હીરપરા (વિશ્વાસ જવેલર્સ) જે ડી ઢોલરિયા ખાસ ઉપસ્થિત રહી કાર્યક્ર્મોને પ્રોત્સાહિત કર્યા હતા.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું