વિંછીયાના પીપરડી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની ટીમ કોરોના કેસ માટે સજ્જ
રાજકોટ જિલ્લામા કોરોના કેશોમા વધારો થતાં કોરોના મહામારીને પોહચી વળવા અને કેશોની સંખ્યા વધે નહીં એ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપરડી દ્વારા વિવિધ પગલા લેવામાં આવેલ છે. જેમ કે લોકજાગૃતિ ના ભાગરૂપે માસ્ક પહેરવું, સામાજિક અંતર જળવાઈ તેમજ સાબુથી વારંવાર હાથ ધોવા અને બ્લેડપ્રેસર તેમજ ડાયાબિટીસના દર્દી અને વૃધ્ધોને ભીડભાળ વાળી જગ્યાએ ન જવા માટે સમજાવામા આવેલ છે
તેમજ કોઈપણ ને બીમારી જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરવો વગેરે બાબતો આવરી લેતા પ્રચાર પ્રસારની ઝુંબેશમા સાવચેતીના પગલાના ભાગરૂપે આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવે છે
જો કોરોના કેસો થાય તો તમામ પરિસ્થિતિને પોહચી વળવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપરડી ટીમ સજ્જ છે આવી પરિસ્થિતિમાં જરૂરી સાધનો પણ ઉપલ્બધ છે દરેકે ગ્રામ જનોને વિનંતી કે ગભરાઈ જવાની જરૂર નથી તાવ,શરદી કે ઉધરસ જેવા લક્ષણો જણાય તો તુરંત ટેસ્ટ કરાવો જેથી કોરોના સરુંવાતથી રોકી શકાય એટલે જ આપણા પૂર્વજો કહી ગયા છે કે "ચેતતા નર સદા સુખી"