જસદણમાં રવિવારે ત્રણ સામાજીક કાર્યકરોની યાદમાં રક્તદાન કેમ્પ સહિત અનેક સેવાકિય કાર્યો થશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં આગામી તા.૨૬ ને રવિવારના રોજ જસદણના ત્રણ સ્વ સામાજીક કાર્યકરની યાદમાં રક્તદાન કેમ્પ સહિત અનેકાએક સેવાકિય કાર્યક્રમોની હારમાળા સર્જાશે આ અંગે તેમનાં પરિવારજનોએ મિત્રો અને જ્ઞાતિજનોએ શહેરની તમામ સંસ્થાઓ અને સેવા સાથે જોડાયેલાં તમામ લોકોને આ કાર્યમાં જોડાવવા અપીલ કરી છે.
તાજેતરમાં થેલેસિમિયા પીડીત બાળકોને રક્તની સહાય આપવાના હેતુથી શહેરના ચિત્તલિયા કુવારોડ, સરદાર પટેલ ચોક નજીક આવેલ હીરપરા સમાજની વાડી ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવશે જેમાં જસદણ શહેર અને તાલુકાના હજજારો સ્વેછીક રક્તદાતાઓ ઊમટી પડશે જસદણના સ્વર્ગસ્થ વિપુલભાઈ વેલજીભાઈ હીરપરા, અંકુરભાઈ લક્ષ્મણભાઈ વઘાસીયા, પારસભાઈ રમેશભાઈ હીરપરાની યાદમાં તેમનાં પરિવારજનો સગા સ્નેહીઓ અને મિત્રોએ રક્તદાન કેમ્પનું આયોજન ઉપરાંત અનેક સેવાકિય કાર્ય હાથ ધર્યું છે
ત્યારે રાજકોટ શહેર અને જીલ્લાના ગામોના થેલેસિમિયા પીડીત બાળકોની વ્હારે આવવા દરેક રક્તદાતાઓએ આગામી રવિવારે સવારે નવ વાગ્યેથી બપોરના બે વાગ્યા સુધીમાં હીરપરા વાડી જસદણ ખાતે ઊમટી પડવા હાકલ કરાય છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352