અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જો તમને સફળ થવું છે તો હાર પચાવતા શીખો.

જો તમને સફળ થવું છે તો હાર પચાવતા શીખો.

બોર્ડની પરીક્ષાઓની શરૂઆત થઈ ચુકી છે.વિધાર્થીમિત્રો સારી રીતે પરીક્ષા આપી રહ્યા છે .વિદ્યાર્થીમિત્રોને સારા માર્ક લાવવાની ચિંતા છે માતાપિતા પણ સ્વાભાવિક છે કે પોતાના સંતાનના સારામાં સારા માર્ક આવે એવા પ્રયત્નો કરે છે .
આપણા સચીન તેંડુલકર દસમા ધોરણમાં નાપાસ થયા હતા આજે સચીનના નામે અનેક વર્લ્ડરેકોડ બોલે છે.આપણા લાડીલા સુપર સ્ટાર અમિતાભ બચ્ચન રેડીઓ પરની અવાજની પરીક્ષામાં એંકર તરીકે નાપાસ થયા હતા અને મિત્રો આજે તમે જોઈ શકો છો.બચ્ચન સાહેબ પોતાના અવાજ દમ પર આજે પાંચ પાંચ દાયકાથી બોલીવુડના શહેનશાહ છે 
પુજ્ય મોરારીબાપુ ભાવનગરના મહુવા પાસે નાનકડા તલગાજરડા ગામના વતની છે ધોરણ 10માં ત્રણ વખત નાપાસ થયા હતા.આજે પુજ્ય મોરારીબાપુની કથામાં તમને સ્કોલર ગ્રેજ્યુએટ એમ.એ.એમ ફિલ એલ.એલ.બી પી.એચ .ડી. રોજેરોજ જોવા મળશે.
પ્રમુખ સ્વામી મહારાજ ધોરણ 6 સુધી જ ભણ્યા હતા પણ આજે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં હિંદુ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતા સેંકડો મંદિરો સ્કુલો હોસ્પિટલનું નિર્માણ કરી બતાવ્યું છે 
આપણા મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈની કથા તો તમેં જાણો જ છો?
આ યાદી વિધાર્થીમિત્રો બહુ લાંબી છે પણ મારે જે કહેવું છે એ છે કે સ્કુલ કોલેજમાં અભ્યાસ પર પુરતું ધ્યાન આપો પરીક્ષા વખતે ખુબ મહેનત કરો સારા માર્કે પાસ થઈ જાવ પણ જો તમારા થોડા માર્ક ઓછા આવે તો હિંમત હારતા નહીં .આત્મવિશ્વાસને પકડી રાખજો 
યાદ રાખજો કુદરત એક દરવાજો બંધ કરતા પહેલા બીજા પાંચ દરવાજા ખોલી નાખે છે દુનિયાની કોઈ તકલીફ કોઈ મુસીબત કોઈ સમસ્યા એવી છે જ નહી કે એનું સમાધાન ના હોય કોઈ ઉકેલ ના હોય 
તમારા માતાપિતાએ તમારી પાછળ લખલુંટ ખર્ચ કર્યો છે માટે અભ્યાસમાં ખુબ મહેનત કરો આળસ કરશો નહી પણ પરીક્ષાનું જે પરિણામ આવે એનો સ્વીકાર કરતા શીખો.
વાલીઓને પણ મારી ખાસ વિનંતી છે કે તમારા સંતાનોને તમે સફળ એના પગ પર ઊભા રહેલા જોવા માંગો છો તો પહેલા હાર પચાવતા શીખવજો હાર્યા પછી કેમ વાણીવર્તન રાખવું એ ખાસ શીખવજો હાર જ જીતનું પહેલું પગથિયુ છે જો તમે હાર પચાવતા શીખવશો તો કાલે તમારા સંતાનો સફળતાના શિખર પર ચોક્કસ પહોંચશે સફળતાની ટોચે સફળતાનાં શિખરે સ્થિર કેમ રહેવું એ ઓટોમેટિક શીખી જશે તમને તમારા સંતાનોને યોગ્ય સલાહ અને માર્ગદર્શન તો આપવાનું જ છે 
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું