અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

142 કરોડ ભારતીયોની વસ્તી અવસર કે આફત ?

142 કરોડ ભારતીયોની વસ્તી અવસર કે આફત ?

અંતે ભારતીયોની વસ્તી 142 .86 કરોડ પહોંચી જતા ભારત દુનિયામાં ચીનને પાછળ રાખી સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બની ગયો છે ચીન કરતા આપણી વસ્તી 29 લાખ વધારે થઇ છે.
આ સમાચાર જાણી ખુશ થવું કે દુઃખી થવું એ જ સમજાતું નથી.
આટલી મોટી વસ્તીની પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડવી કઈ ખાવાના ખેલ નથી .રોટી કપડાં મકાન ઉપરાંત સારું આરોગ્ય શિક્ષણ આપણે કેવી રીતે પૂરું પાડીશું?
સરકાર 80 કરોડ લોકોને મફત અનાજ દર મહીને આપે છે ?,ક્યાં સુધી આપશે? શુ કાયમ જ આટલી મોટી વસ્તીને અનાજ મફત આપવું જ પડશે? આનો બીજો કોઈ ઉકેલ નથી?બીજો કોઈ રસ્તો કેમ શોધવામાં આવતો નથી? આ લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા લાંબા ગાળાનું આયોજન કરવું પડશે.લોકોને સ્વાવલંબી બનાવવા પડશે ખુદ કમાઈને ખુદ ખાતા કરવા પડશે.હજુ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર બીજા 8 લાખ મજુરોને પણ આ યોજનામાં સમાવવા પડશે .દેશની તિજોરી પર દર મહિને આવતું આ ભારણ હવે તો યોગ્ય રસ્તો કરી ઓછું કરવું પડશે.
આપણે ત્યાં પાયાની આરોગ્ય સેવાઓની પણ તકલીફ છે ક્યાં દવાખાના નથી ક્યાં બેડ નથી ક્યાં ઓક્સિજન નથી ક્યાં જરૂરી દવા ઇન્જેક્શન નથી ક્યાં પેરામેડિકલ સ્ટાફ નથી ક્યાં નર્સ નથી ક્યાં ડોકટર નથી તો આટલી મોટી વસ્તીને આરોગ્ય સુવિધાઓ કેવી રીતે પુરી પાડીશું?
શિક્ષણ તો હવે મધ્યમ વર્ગના બસની વાત જ નથી સરકારો ખાનગી શિક્ષણને ઉત્તેજન આપી સરકારી શિક્ષણનું પતન નોટરી રહી છે આઠમા ધોરણમાં ભણતો વિધાથી ગુજરાતીની બે લીટી વાંચી કે લખી શકતો નથી અને બીજા શિક્ષિત ગ્રેજ્યુએટ યુવાનો ડીગ્રીના કાગળિયા ઘરે મુકી પાનના ગલ્લે કે ચાહની કીટલી પર સિગારેટના ધુમાડા છોડતા રહે છે.
બેકારી બેરોજગારી વધતી રહે છે.
મધ્યમ વર્ગની હાલત કફોડી છે ના કહી શકે છે ના સહી શકે છે સેન્ડવીચ બની ગયા છે 
20 000 હજાર માંડ માંડ આવક થાય છે એમાં 30 000 હજાર ખર્ચ થાય છે આમાં કેમ એડજસ્ટ કરવું ? દર મહિને કંઈને કઈ ખર્ચ આવી જતા ખાડો મોટો થતો જાય છે આ વર્ગ દેવાના ડુંગર નીચે દબાતો જાય છે .પહેલા 100 રૂપિયામાં આખા દિવસનું શાકભાજી દુધ આવી જતું હતું આજે 500 રૂપિયા રોજ પણ ઓછા પડે છે ઉપરાંત ભાડું ઘરનુ અને દુકાનનું લાઇટ બિલ મેન્ટેનન્સ સ્કૂલ ફી ટ્યુશન ફી રીક્ષા ભાડું ક્યાંથી કાઢવું?, ઉપરાંત અચાનક આવી જતા બીજા ખર્ચા ક્યાંથી કાઢવા ? 
જ્યાં સુધી મદયમ વર્ગના 85 કરોડ ભારતીયોનું જીવન ધોરણ સુધારવા કોઈ પગલાં ભરવામાં નહી આવે ત્યાં સુધી આપણું વિશ્વગુરુ બનવાનું સપનું સપનું જ બની રહેશે.
અબ્બાસભાઈ કૌકાવાલા.
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું