રાજયમાં કોરોનાનો વધતો કહેર: છેલ્લા 24કલાકમાં 304 નવા કેસ નોંધાયા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ઘણા સમયથી શાંત રહેલ કોરોનાએ ફરી ફૂફાડો માર્યો છે,રાજ્યમાં કોરોનાએ ફરી સ્પીડ પકડી છે રોજ બરોજ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 304 કેસ નોંધાયા છે, આજે વધુ 370 દર્દીઓ સ્વસ્થ થયા છે, અત્યાર સુધીમાં કુલ 12,74.577 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,.રાજયમાં કુલ મૃત્યુઆંક 11,072 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 98,97 છે
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 2149 થયા છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 2143 દર્દીઓ સ્ટેબલ છે
રાજ્યમાં આજે નવા 304 કેસ નોંધાયા છે,આજે સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 90 કેસ, સુરત કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 30-30 કેસ, મહેસાણામાં 19 કેસ, વલસાડમાં 14 કેસ, ગાંધીનગર અને સુરતમાં 12-12 કેસ, ભરૂચ અને સાબરકાંઠામાં 12-12 કેસ, અમરેલી અને પાટણમાં 9-9 કેસ, ગાંધીનગર કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનમાં 7-7 કેસ છે
Tags:
News