અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના કમળાપુર ગામે જમાઈની ધોલાઈ કરતાં સાસરીયાઓ

જસદણના કમળાપુર ગામે જમાઈની ધોલાઈ કરતાં સાસરીયાઓ 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ તાલુકાના કમળાપુર  ગામે પુન: લગ્ન કરનાર અમદાવાદના દંપતિ વચ્ચે મનમેળ ન હોવાથી જમાઇને સાસરીયાઓએ ધોલાઇ કર્યાની ભાડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

વધુ વિગત મુજબ અમદાવાદના જવરાજ પાર્કમાં રહેતા વિજય રમેશભાઇ પરમાર નામના યુવાને અમદાવાદ સ્થિત સાસરીયા ભીખા દાના રાઠોડ, જયેશ ભીખા રાઠોડ, રાહુલ ભીમા રાઠોડ, કમળાબેન ભીખા રાઠોડ, રશ્મીબેન ભીખા રાઠોડ, મનીષાબેન ભીમા રાઠોડ, ભારતીબેન રાજેશ મિયાત્રા, લતાબેન જયેશ સોરલીયા અને જીગો રાજેશ મિયાત્રાએ માર માર્યાની ભાડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદી વિજય પરમારના વર્ષ 2008માં લલીતાબેન ભીખાભાઇ રાઠોડ સાથે લગ્ન થયેલા  બાદ બન્ને વચ્ચે અણબનાવથી બન્નેએ છુટાછેડા લીધેલા અને પુન: વર્ષ 2021માં બન્ને કોર્ટમાં પુન: લગ્ન કરેલા હતા. ફરી દંપતિ વચ્ચે મનમેળ ન રહેતા પરિણીતા લલીતાબેન પોતાના માવતરે રિસામણે ચાલી ગઇ હતી.

વિજયભાઇ પોતાના મિત્ર રાજેશભાઇ પરમાર સાથે કાર લઇને બાબરા જઇ રહ્યા હતા ત્યારે કમળાપુર ગામે સોડા પીવા ઉભા રહ્યા ત્યારે પત્ની લલીતાબેન ને જોઇ જતા દુકાનેથી પરત ફરી રહ્યો હતો ત્યારે સાળા-સસરા, સાસુ અન સાળીએ એક સંપ કરી માર માર્યાનું જણાવ્યું હતું. પોલીસે તમામ સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
વધુ નવું વધુ જૂનું