જસદણના સ્વ કરશનભાઈ ભાંગરાની પુણ્યતિથિ નિમિત્તે સરકારી શાળાના બાળકોને ભોજન
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના સામાજિક કાર્યકર સ્વ કરશનભાઈ મેરામભાઈ ભાંગરાની પુણ્યતિથિએ તેમનાં પરિવારજનોએ એક અનોખો ટચ આપી તેમનાં સ્વજનને એક અનોખી રીતે યાદ કરી પછાત વિસ્તારની એક શાળાના બાળકોની આંતરડી ઠારી હતી.
તાજેતરમા કરશનભાઈ ભાંગરાની પુણ્યતિથિ નિમિત્તે સદ્દગતના સહ પરીવારજનોએ શહેરના ચુનારાવાડ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાના વિધાર્થીઓને તાજો ગરમાગરમ પોષ્ટિક નાસ્તો કરાવી એક ખરાં અર્થમાં પુણ્યનું ભાથું બાંધ્યું હતું
સામાન્ય રીતે પોતાનાં મૃત સ્વજનની યાદને અક્ષરનો ટચ આપવામાં આવે છે પરંતુ આ પરિવારે વ્યક્તિગત ન જાણતા બાળકોને નાસ્તો આપી પોતાનાં સ્વજનને યાદ કર્યાં હતાં તે આજના આ યુગમાં મહાન કાર્ય છે
અત્રે નોંધનીય છે કે જયારે વર્ષો પહેલાં કરશનભાઈ ભાંગરાનું નિધન થયું ત્યારે પણ તેમનાં વિશાળ મિત્ર મંડળએ પણ છેવાડાના દર્દીઓને મદદરૂપ બનવા માટે આંખના દર્દીઓ માટે એક કેમ્પ યોજ્યો હતો
જેમાં દર્દીઓને ઓપરેશન સહિત તમામ સવલતો સાથે એક કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સંખ્યાબંધ દર્દીઓને ફાયદો થયો હતો આટલું જ નહી આ કેમ્પમાં દર્દીઓ અને તેમની સાથે આવેલ તમામ લોકોને કેમ્પમાં જ સ્થળે ભોજન આપવામાં આવ્યું હતું.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352