અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રોમાન્સના મહારાજા કવિ હસરત જયપુરી

રોમાન્સના મહારાજા કવિ હસરત જયપુરી

રાજસ્થાનના જયપુરમા 15 એપ્રિલ 1922 માં જન્મેલા હસરત જયપુરી પ્રેમગીતોના બાદશાહ ગણાય છે હસરત ઉર્દુ અને હીદીના બેમિસાલ શાયર હતાં.
રાજકપુરના આર.કે .બેનર હેઠળ સંગીતકાર શંકર જયકિશનની ટીમ બનાવી આ ટીમે એટલી બધી અને એટલી સુંદર રચનાઓ આપી છે કે તે ગીતો આજે પણ અણમોલ ગણાય છે હસરતનું મૂળ નામ ઇકબાલ હુસેન હતું 20 વરસની ઉંમરે હસરતે રાધા નામની છોકરીને પ્રેમ પત્ર લખ્યો હતો .વરસો પછી રાજકપુરની સંગમમાં રાધા માટે આ ગીત વાપર્યું હતું 
મુંબઇ આવી હસરત બસ કન્ડક્ટર બન્યા જેમાં તેમનો માસિક પગાર 11 રૂપિયા હતો તેઓ મુશાયરામાં રજુઆત કરતા જોઈ પૃથ્વીરાજ કપૂરે તેમને ગીતકાર રૂપે લેવા રાજકપુરને સૂચન કર્યું હતું 
હસરતે પહેલું ગીત લખ્યું જિયા બેકરાર હે " બીજું ગીત " છોડ ગયે બાલમ " બરસાત માટે લખ્યા.
1949 ની બરસાતથી હિંદી ગીતસગીતનો સોનેરી દોર શરૂ થયો આ ગીતો વરસો સુધી ચાલવાના હતાં1949 થી લઈ 1971 સુધી હસરત અને શેલન્દ્ર એ રાજકપુરની તમામ ફિલ્મોના ગીતો લખ્યા શેલન્દ્ર નિર્માતા બન્યા ત્યારે તીસરી કસમ બનાવી એના ગીતો હસરત પાસે લખાવ્યા 
હસરત જયપુરીને સૂરજના " બહારો ફૂલ બરસાઓ " અને અંદાઝના "ઝીંદગી એક સફર હે સુહાના' ગીત લખવા બદલ શ્રેષ્ઠ ગીતકારના ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા 
હસરતે બરસાતથી હત્યા 2004 સુધી ગીતો લખ્યા છે 
હસરતની યાદગાર ફિલ્મોની યાદી બહુ લાંબી છે 
બરસાત આવારા આહ બુતપોલિશ અનારકલી સીમા અંદાઝ તીસરી કસમ મેરા નામ જોકર ચોરી ચોરી પરવરીશ અનાડી શ્રી 420 જંગલી સસુરાલ દિલ એક મંદિર સંગમ તેરે ઘર કે સામને આરઝૂ રાજકુમાર ઝુક ગયા આસમાન બ્રહ્મચારી પ્રિન્સ મેરે હુજુર પગલાં કહી કા રામ તેરી ગંગા મેલી 
કલ તેરે જલવે પરાયે ભી હોગે લખનાર હસરત ઘણા સુરીલા મધુર યાદગાર ગીતો આપી ગયા છે 
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું