જસદણ નગરપાલિકા પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણાના સેવાકીય સ્વભાવનું વધુ એક ઉદાહરણ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકામાં મહિલા પ્રમુખ તરીકે સરાહનીય કામગીરીની આજે પણ લોકમુખે પ્રશંસા સાંભળવા મળે છે ત્યારે ફકત સુગમ વહીવટ દ્વારા જ નહિ પરંતુ પોતાના સેવાભાવી સ્વભાવના કારણે પણ જસદણમાં જાણીતા છે , લોકોને મુશ્કેલીમાં હંમેશા મદદ માટે તૈયાર રહેનારા રમાબેન મકવાણા આજે પણ એક જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરી હતી.
જસદણમાં જૂના માર્કેટયાર્ડ પાસે ફુલવાડી સામે રહેતા બટુકભાઈ આત્મારામને એક પગ ઓપરેશનમાં કપાવવો પડ્યો હોય તેમને ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હતી અને આર્થિક રીતે પણ સ્થિતિ ખરાબ હોય પોતાના શરીરની પણ યોગ્ય કાળજી રાખી શકતા નહોતા , બટુકભાઈ એ પોતાની આપવીતી રમાબેન મકવાણા ને જણાવતા રમાબેને બટુકભાઈને ચાલવા માટેની ઘોડીની વ્યવસ્થા કરી આપી અને તેમને પોતાના ઘરે જમાડીને ભવિષ્યમાં પણ શક્ય એટલી મદદ કરવાની બાંહેધરી આપી હતી.
Tags:
News