જસદણ માર્કેટયાર્ડના સ્થાપક રૂડાભાઈ હીરપરાનું ૧૦૨ વર્ષની વયે નિધન: શનિવારે બેસણું
જસદણ: પટેલ રૂડાભાઈ નાગજીભાઈ હીરપરા (ઉ. વ. ૧૦૨) તે મોહનભાઈના મોટાભાઈ, હસમુખભાઈ, માધવજીભાઈ, લાડુબેન માવજીભાઈ સત્તાણી (પાનસડા) શારદાબેન મનસુખભાઈ વોરા (રંગપુર) ભગવતીબેન ઘનશ્યામભાઈ વારસાણી (નાના માચિયાળી) ના પિતા સુરેશભાઈ, કનકભાઈ, જગદીશભાઈ, યોગેશભાઈના દાદાનુ તા. ૧૨ મે ૨૦૨૩ શુક્રવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું બેસણું તા.૧૩ મે ૨૦૨૩ શનિવારના રોજ આખો દીવસ તેમનાં નિવાસસ્થાન બંધુભુવન કૈલાસનગર જસદણ ખાતે રાખવામાં આવેલ છે. સદ્દગત રૂડાબાપાનું જીવન આજીવન સેવામય રહ્યું હતું તેમની પ્રત્યેક ક્ષણ લોકોનું ભલું થાય એમાં ખર્ચાય હતી તેઓ જસદણ નગરપંચાયતના પ્રમુખ તરીકે પણ સેવા આ ઉપરાંત જસદણ માર્કેટયાર્ડ અને ખેડુત પ્રગતિશીલ મંડળીના સ્થાપક રહી હજજારો ખેડુતોનું ભલું કર્યું હતું તેમનાં નિધનથી જસદણ પંથકએ એક ઈમાનદાર સેવાભાવી ખોયો હોય એવી લાગણી વ્યકત થઈ હતી.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News