જો તમારા માતા આજે તમારી સાથે છે તો ચુપચાપ પગ પકડીને રડી લેજો
તમે સાચું કહેજો તમે દિવસમાં એક વાર પણ તમારી માતા સાથે 15 મિનિટ વાતચીત કરો છો? તમારી પાસે રોજ તમારી માં પાસે શાંતિથી બેસવાનો સમય હોય છે ખરો?
તમે ખરેખર રોજ સવારે ઘરની બહાર નીકળતા પહેલા માને પગે લાગો છો ખરા?
માના આશીર્વાદ લેવા તમે જરૂરી ગણો છો કે નહી?
તમે તમારી માં ને બરાબર ઘરમાં માનસન્માન આદર આપો છો ખરા? કે માને સ્ટોર રૂમમાં વધારાના નક્કામાં ફર્નિચરની જેમ રાખો છો?
તમારી માને કઈ દવા જોઈએ છે એ તમને ખબર ખરી?
તમારી માને સમયસર નાસ્તો ચાહ પાણી બપોરનું ભોજન રાતનું ભોજન મળી રહે છે ખરા?
તમારી માને આંખે બરાબર દેખાય છે કે ઝાંખું દેખાય છે તમને ખબર છે ખરી?
તમારી માના ચશ્માં તમે છેલ્લે ક્યારે બનાવ્યા હતા તમને યાદ છે ખરું?
તમારી માને રાતે પાણીની તરસ લાગે ત્યારે પાણીનો જગ ભરેલો હોય છે કે નહી?
કદાચ ઉંમરના હિસાબે અર્ધી રાતે બાથરૂમ જવું પડે તો કોણ લઈ જાય છે ?
તમે તમારી માંને મળવા જાવ છો તે વખતે તમારો મોબાઈલ તમારા હાથોમાં હોય છે કે તમારા ખિસ્સામાં હોય છે.?
તમારી માં તમને કઈ કહે છે એ વખતે તમારું ધ્યાન નજર મોબાઈલમાં હોય છે કે તમારી માં સામે?
તમે તમારી માતાની વાત બરાબર સાંભળો છો કે એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાંખો છો?
તમારી માતાની આસ્થા માન્યતાને માન આપો છો કે મજાક ઉડાવો છો?
તમેં તમારી માં સાથે વાત કરો છો તે વખતે માં શુ છે તમને ખબર છે ખરી?
માં ના યોગદાન અને મહેનત પરિશ્રમની વાત કોઈ દિવસ તમે ઘરમાં બધાને કહો છો ખરા?
સામાન્ય વાતચીતમાં માની તારીફ વખાણ કરો છો કે મોઢું બગાડો છો?
તમને કોઈ સારા સમાચાર મળે કે સફળતા મળે કે ફાયદો થાય એ વાત તમે હોંશે હોંશે ખુશ થઈ તમારી માને કહો છો ખરા? કે અસ વાત માને કહેવાની તમને જરૂર લાગતી નથી
કોઈ ખરાબ ઘટના કે બનાવની ખબર તમારી માને ના પડે એની કાળજી લો છો ખરા?
માની કોઇ સહેલી કે સગાંવહાલાં આવે તે વખતે તમે ગુસ્સામાં આવી જાવ છો ? નારાજ થઈ જાવ છો?
માના મહેમાનો સાથેની વાતચીતમાં તમે જોડાવ છો ખરા ? કે ઊભા થઈ બહાર ચાલ્યા જાવ છો?
માતાની સારી વાતો કોઈ દિવસ તમારી ઝબાન પર આવે છે કે નહી?
માનાં મહેમાનો માટે ચાહ પાણીની વ્યવસ્થા મનથી કરો છો કે કમને કરો છો?
ઉંમરના હિસાબે તમારી માં એકની એક વાત વારંવાર કહે છે તો તમે એ વાત શાંતીથી સાંભળી લો છો કે મગજ પરનો કાબૂ ગુમાવી દો છો?
ભુતકાળની કડવી વાતોને માં સામે ના કરવી જોઈએ એનું પ્રમાણભાન રાખો છો કે નહી?
તમારી પત્ની સામે બેઠી હોય તો અને માં પણ હોય તો તમે પત્નીના કાનમાં ગપસપ કરો છો? તમને ખબર છે તમારી આ હરકતથી તમારી માને ઓછું આવશે?
તમે તમારી માતા સાથે સભ્યતાથી શાલીનતાથી વર્તન વાતચીત કરો છો ખરા?
માની અમુક ટેવો તમને ના ગમતી હોય તે વખતે નકારાત્મક ટીકા કરો છો કે તમારું મગજ છટકી જાય છે?
તમારી માં તમને કોઈ વાત કહેતી હોય તો તમે વાત પૂરી થવાની રાહ જુવો છો કે વાત વચ્ચેથી કાપી નાખો છો?
માની માન મર્યાદા મરતબાની કદર કરો છો ખરા?
માં સામે તેમના પૌત્ર પૌત્રીઓને મારપીટ કરવાની ભુલ કરો છો ખરા?
માં મોટા છે તેમના સલાહ સુચન લો છો ખરા?
માનું નેતૃત્વ સ્વીકારો છો ખરા?
માં પાસેથી માર્ગદર્શન મેળવો છો કે નહી?
માતાની સમેથી પસાર થવાની ભુલ આખા દિવસમાં કેટલી વાર કરો છો?
માં સાથે ઊંચા અવાજે વાત કરો છો કે નીચા ધીમા અવાજે?
તમારી માં જમી લે પછી તમે જમો છો કે પહેલા જમી લો છો?
તમારી માં છે તો તમને બહુ મોટો માનસિક ટેકો છે મોટી રાહત છે એમ કબુલ કરો છો કે નહી?.
માની કોઈ ભુલ પર તમે ઘરમાં કકળાટ કરી મુકો છો કે નહી ?
માની હાજરીમાં તમે થાક કંટાળો અનુભવો છો કે ખુશ થાવ છો?
માને નવી ટેકનોલોજીમાં સમજ પડતી ના હોય તો તમે એની મજાક કેમ ઉડાવો છો?
યાદ રાખો આ ઘરબાર આ સામ્રાજ્ય આ ઠાઠમાઠ બધું તમારી માને આભારી છે .
તમે તમારી માં સાથે રહો છો તમારી માં તમારી સાથે રહેતા નથી
માંથી મોટા ભગવાન આ ધરતી પર બીજા કોઈ છે જ નહી.
જે લોકોની માં નથી એ લોકોની આંખમાં માનું નામ આવતા આંસુ આવી જાય છે એમને માની કદર અને કિંમત પુછો.
માત્ર વોટ્સએપ પર માના ફોટા મૂકવાથી કઈ થવાનું નથી માને બરાબર સમજો માને બરાબર સાચવો.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
Tags:
Information