શુ હવે ફિલ્મો નક્કી કરશે કે કે આપણે દેશપ્રેમી છે કે દેશદ્રોહી ?
આપણે ત્યાં પાયાની સુવિધાઓનો અભાવ છે પ્રજાને રોજેરોજ હેરાન પરેશાન કરતા કનડતા પ્રશ્નો પર કોઈ વાત કરતું નથી અરે રાજકારણીઓ તો ભૂલેચુકે પણ આનો ઉલ્લેખ કરતા નથી .સાવ ફાલતુ બિનજરૂરી મુદ્દાઓ ઉભા કરી પ્રજાને ગુમરાહ કરવામાં આવે છે પ્રજા પણ કોણે ખબર સમસમીને ચુપચાપ બેસી રહે છે તેથી રાજકારણીઓને ફાવતું ખુલ્લું મેદાન મળી જાય છે.
હાલમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કઈ જ લેવા દેવા વગર રામભક્ત હનુમાનજીને શાસક પક્ષે મેદાનમાં ઉતારી દીધા.કર્ણાટકમાં ભાજપ પાંચ વરસથી સત્તા પર હતું .પાંચ વરસમાં શાસક પક્ષે કઈ કામગીરી કરી? કર્ણાટકમાં વિકાસની કઈ યોજના અમલમાં મુકી?કેટલા કામો કર્યા? ક્યાં કર્ણાટક અને કર્ણાટકવાસીઓને ફાયદો કરાવ્યો? હજુ જો સત્તા પર આવે તો કર્ણાટકના વિકાસ માટે શું કરશે? કઈ કઈ યોજના અમલમાં મુકશે? બીજા પાંચ વરસમાં કઈ કઈ નેત્રદિપક કામગીરી કરશે એની વાત કરવાને બદલે ધાર્મિક નારા લગાવે છે.મતદારોને રીતસર છેતરવામાં આવે છે મતદારોને ઉલ્લુ બનાવવામાં આવે છે મતદારોને ગુમરાહ કરવામાં આવે છે
દર ચૂંટણી માટે શા માટે ઠેઠ દિલ્હીથી આખી કેન્દ્રીય કેબિનેટને ચૂંટણી પ્રચાર માટે ઉતારવામાં આવે છે? શું રામ હનુમાન વગર ચૂંટણીઓ જીતી શકાતી નથી? દર ચૂંટણી વખતે જ કેમ ભગવાન યાદ આવે છે? દરેક વખતે કેમ મતોનું ઘુવીકરણ કરવાની જરૂર ઊભી થાય છે?
શુ કર્ણાટકનું ભાજપ એકમ એટલું સક્ષમ નથી કે ચૂંટણી લડી શકે? શુ કર્ણાટકના ભાજપના ધારાસભ્યો પ્રમુખો હોદ્દેદારો આગેવાનો પોતાના બળ પર પોતાના દમ પર ચૂંટણી લડી શકતા નથી? શુ પાંચ વરસ કર્ણાટક સરકાર દિલ્હીથી રિમોટ કન્ટ્રોલથી ચાલતી હતી?
શુ આટલા બધા ભેગા મળીને પણ ચૂંટણી લડી શકતા નથી? શુ આ લોકોને પોતાના કામ પર વિશ્વાસ નથી? પોતાની તાકાત પર ભરોસો નથી? પોતે ચૂંટણી લડવા જેટલા સક્ષમ નથી?
શા માટે દર વિધાનસભાની ચૂંટણી વખતે ઠેઠ દિલ્હીથી આખી કેન્દ્રીય કેબિનેટ ખુદ વડાપ્રધાન મોદીને પ્રચાર કરવા આવવું પડે છે મોદીને કર્ણાટક વિધાનસભા સાથે શુ લાગે વળગે? જો ભાજપ કર્ણાટકમાં જીતે તો મોદી કઈ કર્ણાટકના મુખ્યમંત્રી બનવાના નથી મોદી તો વિશ્વમાં સૌથી વધુ 141 કરોડ વસ્તી ધરાવતા દેશના વડાપ્રધાન છે પ્રચાર માટે અબજો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે પણ વિકાસ પાછળ ફડીયું પણ ખર્ચ કરવામાં આવતું નથી.
દર વખતે મતદારોની લાગણીને ભડકાવી ઉશ્કેરી તેનો રાજકીય પક્ષો પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે આ રાજકારણીઓ મતદારોને છેતરે છે વિશ્વાસઘાત કરે છે પ્રજાને ઊંચે લઈ જઈ પછાડે છે
અહીં સવાલ એમ થાય કે દર ચૂંટણી વખતે મતદારો કેમ સામુહિક ગાડરિયા પ્રવાહમાં તણાઈ જાય છે ? મતદારો પોતાની બુદ્ધિ અકલના દરવાજા ક્યાં સુધી હજુ બંધ રાખવાના છે? પોતાની ઈચ્છા પોતાનો અવાજ પોતાનો મત જાહેરમાં જોરશોરથી ક્યારે કહેશે?
ક્યાં સુધી નકામી ફાલતુ વાતો સાંભળ્યા કરીશું? ક્યાં સુધી ખોટી વાતો સહન કરીશું? ક્યારે સામે સવાલ કરીશું? ક્યારેય પોતાના હક માટે અવાજ ઉઠાવીશું?
રાજકારણીઓ હવે બધા કામ ધંધા વેપાર છોડી કાશ્મીર ફાઇલ્સ પછી ધ કેરળ સ્ટોરીનો પ્રચાર કરવા નીકળી પડ્યા છે? કોઈ પણ ફિલ્મનો પ્રચાર કરવો રાજકીય પક્ષોનું કામ નથી.
તમે ફિલ્મના નિર્માતા છો? તમે ફિલ્મના નિર્દેશક છો? તમે ફિલ્મના ફાયનાસર છો?
ફિલ્મના હિરો નિર્દેશક નિર્માતા તમારા કોઈ નજદીકના સગા છે નહી ને તો પછી તમને આ ફિલ્મના પ્રચારમાં આટલો બધો રસ કેમ છે?
શુ હવે ફિલમો નક્કી કરશે કે આપણે દેશદ્રોહી છે કે દેશપ્રેમી ?
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
Tags:
Information