અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વૃદ્ધો અને વૃક્ષોનું જતન કરનારા વિજયભાઈ ડોબરીયાને શુભેચ્છા પાઠવતા વિજયભાઈ રાઠોડ

વૃદ્ધો અને વૃક્ષોનું જતન કરનારા વિજયભાઈ ડોબરીયાને શુભેચ્છા પાઠવતા વિજયભાઈ રાઠોડ 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
લાખો વૃક્ષોનુ વાવેતર કરી જતન કરી ઉછેર કરનાર, બહોળી સંખ્યામાં વૃદ્ધોને ઘર કરતા વધુ સારી સારસંભાળ રાખી સાચવનાર, ૫૦૦ થી વધુ નિસહાય વૃદ્ધ બળદોને સાચવી શ્રેષ્ઠ ઘાસચારો ખવડાવી પાલન પોષણ કરનાર જેના સેવાકીય કાર્યો શબ્દોમા વર્ણવી જ ના શકી એવા સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલક વનપંડિત એવોર્ડ વિજેતા વિજયભાઇ ડોબરીયાને જન્મદિવસની સહ્રદય શુભેચ્છાઓ જસદણ જીઆઈડીસી એસોસિએશન અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડએ પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે દેશના સૌથી મોટાં વૃદ્ધાશ્રમ બનાવવાનું ભગીરથ કાર્ય વિજયભાઈએ ઝડપ્યું છે તે ઝડપભેર પૂર્ણ થાય 
દેવોના દેવ મહાદેવ આપને દિર્ઘાયુ અર્પણ કરે અને આવા જ સેવાકીય કાર્યોની સુવાસ ગુજરાતમા પ્રસરાવતા રહો એવી પ્રાર્થના વિજયભાઈએ કરી હતી.
વધુ નવું વધુ જૂનું