અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

શ્રીમંત ભારત અને ગરીબ ભારત એમ બે ભાગ પડી ગયા લાગે છે.

હાલમાં ભારતમાં બેકારી બેરોજગારી કુદકે ને ભુસકે વધી રહી છે. આપણા કમનસીબે દેવું વધી જવાથી પરિવારનુ ભરણપોષણ થતું ના હોવાથી સામુહિક આત્મહત્યાઓ વધી રહી છે. શિક્ષણ આરોગ્યમાં ડાટ વળી ગયો છે.

એકબાજુ 25 કરોડ લોકો ભૂખે મરી રહ્યા છે. બીજી બાજુ રેસ્ટોરન્ટ ફૂડ કોર્ટ બાર અરે લારીઓ ઉપર પણ પગ મુકવાની જગ્યા નથી. પાણીપુરીવાલા લારીઓ સાંજે 4 કલાકમાં આશરે 1200/1500 કમાઈ રહ્યા છે.
રીક્ષા ટેક્ષીવાલા મંદીની બુમો પાડે છે. ને ઓલા ઉબેરની રીક્ષા ટેક્ષીઓ ચારે બાજુ દેખાય રહી છે. મલ્ટીપ્લેક્સનો કરોડોનો ધંધો જોરમાં છે. ને સીંગલ થીએટરો હવે ભુતકાળ બની રહ્યા છે ફરસાણ મીઠાંઇઓની દુકાને લાઈનો લાગેલી છે. ને બજારમાં ઘરાકી નથી એવી પારાયણો રોજ ચાલતી રહે છે. રાતે 2 વાગ્યાં સુધી રોડ પર ટ્રાફિક હોય છે ને છુટક વેપાર કરતા નાના દુકાનદારો ઘરાકીના અભાવે દુકાનો ખાલી કરી રહ્યા છે. ઓટોમોબાઈલ કંપનીઓએ એક વરસમાં 5 લાખથી વધુ કારો વેચી છે એ. સી. અને એલ. ઈ. ડી. ટી. વી. વધુ વેચાય રહ્યા છે.
ગોલ્ડ સિલ્વર પેટ્રોલ કઠોળ દવા તેલ શાકભાજી દુધના ભાવો વધી રહ્યા હોવા છતાં માંગ વધી રહી છે. બસ ટ્રેનમાં ચાર મહીના પહેલા પણ બુકીંગ મળતું નથી. ઝોમેટો સ્વીગીવાલા લાખો રૂપિયા છાપી રહ્યા છે. ન્યુઝ પેપરમોં જાહેરાતો પાના પાના ભરીને આવે છે.
ઓનલાઇન શોપિંગ જોરમાં છે ને આપણી શેરી મોહલ્લાના દુકાનદારો ઘરાકની વાર જોતા જોતા અગરબત્તીના પેકેટ ખાલી કરી રહ્યા છે. વકીલ સી. એ પાસે બહુ કામ છે. ડોક્ટર રિપોર્ટ દવા ઈન્જેકશન પુરબહાર છે ફોરેન ટ્રીપ ફ્લાઈટ ફુલ જાય છે. ક્રેડિટ કાર્ડ આપવા દિવસમાં આઠ દસ ફોન આવે છે. બેંકોમાં રોકડ મુકવાની જગ્યા નથી.
દેશની ઝુંપડપટીમાં આટો નથી પણ ડાટા દરેક ઘરમાં છે મોલ બ્યુટીપાલર કીટી પાર્ટી જોરમાં છે 
હપ્તાથી ધુમ ખરીદી થઈ રહી છે.
જી. એસ. ટીની આવક દર મહિને નવા રેકોર્ડ તોડી રહી છે શેર બજારમાં ગોલ્ડમાં નવા નવા રોકાણકારો આવી રહ્યા છે લોકો રાજ્યમાં દેશમાં ખુબ હરીફરી રહ્યા છે.
કઈ સમજ પડતી નથી દેશમાં મંદી છે કે તેજી છે? તમને કઈ સમજ પડે છે? એકબાજુ કરોડો રૂપિયાનુ ટર્નઓવર વધી રહ્યું છે. બીજી બાજુ રેશન કાર્ડ પર પાંચ કીલો ઘઉં અને પાંચ કીલો ચોખા મફત લેતા પરિવારોની સંખ્યા વધી રહી છે. લોકો જીવતે જીવ મરી રહ્યા છે. શું થઈ રહ્યું છે કઈ બરાબર સમજાતું નથી.
અબ્બાસભાઈ કૌકાવાલા 
સુરત 
93769 81427
વધુ નવું વધુ જૂનું