WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ચેક રીટર્ન કેસમાં તકસીરવાન ઠેરાવતી કોર્ટ

ચેક રીટર્ન કેસમાં તકસીરવાન ઠેરાવતી કોર્ટ

જામનગરના દરેડ ગામમાં રહેતા આરોપીને તકસીરવાન ઠરાવતી કોર્ટ.
આ કેસની વિગત એવી છે કે, આ કામના આરોપી કિષ્નકાંતભાઈ આણંદભાઈ અજુડીયા(પટેલ) ધ્વારા ફરીયાદી વિજયભાઈ લાલુકીયા પાસેથી પૈસાની જરૂરીયાત ઉભી થતાં રૂા.૩ લાખ હાથ ઉછીના આપેલ હતાં અને તે રકમ ચુકવવા પેટે આરોપીએ ચેક આપેલ હતો. આ ચેક રીટર્ન થતાં ફરીયાદીના એડવોકેટ ધ્વારા આરોપીને લીગલ નોટીસ મોકલેલ હતી. પરંતુ આરોપી ધ્વારા કોઈ હકારાત્મક જવાબ આપેલ ન હતો જેથી આ કામના ફરીયાદી ધ્વારા ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ નામ. કોર્ટમાં ફરીયાદ કરવામાં આવેલ હતી. આ કેસ નામ. કોર્ટમાં ચાલી જતાં ફરીયાદીના એડવોકેટ ધ્વારા યોગ્ય પુરાવા અને દલીલો કરી તેમજ હાઈકોર્ટના જુદા- જુદા જજમેન્ટો નામ. કોર્ટમાં રજુ કરવામાં આવતા. આ પુરાવાને ધ્યાને લઈ આરોપીને રાજકોટના ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ સાહેબએ આરોપીને તકસીરવાન ઠરાવી આરોપીને એક વર્ષની જેલની સજાનો હુકમ ફરમાવેલ છે અને ૧ માસની અંદર વળતરની રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો આરોપીએ વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવી પડશે તેવો નામ. કોર્ટ ધ્વારા હુકમ ફરમાવવામાં આવેલ છે.
આ કેસમાં ફરીયાદી વતી જય માતાજી લો ફર્મ ના એડવોકેટ અજયસિંહ એલ. ચુડાસમા રજનીક એમ. કુકડીયા, હેમલ બી. ગોહેલ, હિરેન્દ્રસિંહ ચૌહાણ અને દિગ્વિજયસિંહ ઝાલા તથા આનંદ સદાવતી રોકાયેલ હતાં.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો