રાજકોટ જિલ્લામાં ફરસાણનું ભાવબાંધણું કરતાં કલેકટર
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તહેવારોમાં વેપારીઓ રેગ્યુલર કરતા 10 ટકા ઓછા ભાવે વેચાણ કરશે
મધ્યમ/ગરીબ વર્ગના લોકો જન્માષ્ટમીનો તહેવાર માણી શકે તે હેતુથી જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી રાજે વંગવાણીના અધ્યક્ષ સ્થાને ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં તહેવારોને અનુલક્ષીને ફરસાણ તથા લાઈવ ગાંઠીયાનું વાજબી ભાવે જાહેર જનતાને વિતરણ માટેનું આયોજન કરવા વેપારીઓને અનુરોધ કરાયો હતો.
જેમાં વેપારીઓએ પ્રવર્તમાન બજારભાવ કરતા 10% જેટલા નીચા ભાવે વેચાણ કરવા સર્વસમંતિ આપી હતી. જાહેર જનતાના હિતાર્થે મધ્યમવર્ગને પોસાય તેમજ હર્ષ-ઉલ્લાસથી તહેવાર માણી શકે તે હેતુથી ફરસાણ અને મીઠાઈમાં ભાવ-બાંધણું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જાહેર જનતાના આરોગ્યને અનુલક્ષીને ફૂડસેફટી ઓફિસર દ્વારા વેપારીઓને સ્વચ્છતા જાળવવા, દાઝીયા તેલનો ઉપયોગ નિયમોની મર્યાદામાં કરવા, તેમજ ફરસાણમાં સોડીયમ કાર્બોનેટ (ધોવાનો સોડા) તેમજ હાનીકારક રંગીન દ્રવ્યો ન વાપરવા તેમજ સારી ગુણવતાયુક્ત ફરસાણ, મીઠાઈ મળી રહે તેની તકેદારી રાખવા વેપારીઓને સંમત કરાયા હતા.