ચોટીલા પંથકમાં અપમૃત્યુના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં ચોટીલા તાલુકના પિયાવા ગામે ડૂબી જતાં બાળકીનું મોત થયું હતું.
ચોટીલાના પીયાવા ગામના 10 વર્ષીય પ્રિયા મુનાભાઇ જોગરાજીયા સીમમાં આવેલા ખેતરની તલાવડીમાં બાળકો સાથે રમતાં રમાતા નહાવા પહોંચી ગઇ હતી.
દરમિયાન આગળ જતા ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં ડૂબવાથી બાળકીનું મોત થયું હતું
બાળકી તળાવમાં પડી ગયા અંગે સાથે રહેલા અન્ય બાળકોએ પરીવારજનોને જાણ કરી હતી. પરંતુ તે લોકો તળાવે પહોંચે પહેલાં અવસાન થતા મૃતદેહ તળાવ ખાતે મળી આવ્યો હતો.