ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના ફ્લોપ શો બાદ ફિલ્મોમાંથી બ્રેક લેનાર, આમિર ખાન ટૂંક સમયમાં જ કમબેક કરશે. તેમની પાસે સિતારે જમીન પર અને લાહોર 1947 જેવી ફિલ્મો છે. ફિલ્મ લાહોર 1947નું ડાયરેક્શન રાજકુમાર સંતોષી કરવાના છે, આ સાથે તેમણે આમિર ખાનને તેમની બીજી ફિલ્મ 'ચાર દિન કી જિંદગી'માં પણ કાસ્ટ કર્યો છે, જે ટાઈમ લૂપ પર આધારિત હશે. આ પહેલા આમિર ખાને 1994માં રાજકુમાર સંતોષી દ્વારા નિર્દેશિત અંદાજ અપના અપનામાં કામ કર્યું હતું.
તાજેતરના પિંકવિલાના રિપોર્ટ અનુસાર, આમિર ખાન અંદાજ અપના અપના 30 વર્ષ પછી ફરીથી રાજકુમાર સંતોષી સાથેની ફિલ્મ કરવા વિશે ચર્ચા કરી રહ્યા છે. આમિર અને રાજકુમાર વચ્ચે ઘણા સમયથી આ ચર્ચા ચાલી રહી હતી. બંનેએ એક કોમેડી ફિલ્મને ફાઇનલ કરી છે, જે ટાઇમ લૂપ પર આધારિત હશે. આ ફિલ્મનું વર્કિંગ ટાઇટલ 'ચાર દિન કી જિંદગી' છે.
રિપોર્ટ અનુસાર, રાજકુમાર સંતોષી માટે આ ફિલ્મ ફોર ફ્રન્ટ પર છે, જોકે આમિર ખાન સાથે તેનું આગળનું પગલું શું હશે તે જાણવું મુશ્કેલ છે. ચાર દિન કે ઝિંદગીનો કોન્સેપ્ટ ખૂબ જ ફની હશે, જેમાં ફિલ્મનું મુખ્ય પાત્ર સમયના લૂપમાં અટવાઈ જાય છે. સિતારે જમીન પર અને લાહોર 1947 ફિલ્મો પછી આમિર ખાન આ ફિલ્મ પર કામ કરશે, જ્યારે રાજકુમાર સંતોષીએ આ ફિલ્મની સ્ક્રિપ્ટીંગ માટે ટીમ તૈયાર કરી છે.
રાજકુમાર સંતોષીએ આમિર ખાન સાથે 2 ફિલ્મો માટે કોન્ટ્રાક કર્યો હતો. પહેલી ફિલ્મ લાહોર 1947 છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ફિલ્મમાં આમિર ખાન સાથે સની દેઓલ પણ લીડ રોલમાં છે. બીજી ફિલ્મ ચાર દિન કી જીંદગી હશે.
Tags:
Entertainment