અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગરમાં ઉછીના પૈસાની ઉઘરાણી કરતાં છરીના ઘા માર્યા, 4 સામે ફરિયાદ

સુરેન્દ્રનગરના એક યુવકે તેના મિત્રને ઉછીના પૈસા આપેલા હતા તે બાબતે વારંવાર ફોન કરીને ઉઘરાણી કરતા યુવકના મિત્ર સહિત 4 શખસે છરીના ઘા મારીને પાઇપ વડે હુમલો કર્યો હતો. આથી યુવકે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સુરેન્દ્રનગરના નવા જંક્શન પાસે રામદેવનગરમાં રહેતા જય ઉર્ફે કાનાભાઇ દીલીપભાઇ પોયલા નામના યુવકે ફરિયાદ નોંધાવી કે તા.22.09.24એ તેઓ નર્મદા કેનાલ પાસે આવેલા પમ્પિંગ સ્ટેશન પાસે આવેલા પુલ નજીક માછલીઓને લોટ ખવડાવતા હતા ત્યારે તેમના મિત્ર વસીમભાઇ ઉર્ફે વસીમશા દિલાવરશા ફકીરનો ફોન આવ્યો કે તું ક્યાં છે. હું ત્યાં આવું છું તેમ કહી ફોન કાપી નાખ્યો હતો અને થોડીવારમાં ત્યાં સફેદ કારમાં વશીમસા અન્ય ત્રણ અજાણ્યા શખસો સાથે આવ્યા હતા. વશીમસાના હાથમાં છરી હતી તે તેણે જયભાઇ ઉર્ફે કાનાના જમણા પગના સાથળ પર બે ઘા માર્યા અને અન્ય 3 શખસે પાઇપ, ધોકા વડે હુમલો કર્યો અને કારમાં નાસી છૂટ્યા હતા.

બાદમાં ટી.બી. હોસ્પિટલ લઇ ગયા જ્યાં પગમાં બંને ઘાવમાં 5 અને 4 ટાંકા આવ્યા હતા અને બાવડામાં ફ્રેક્ચર થયેલું હતું. આથી જય ઉર્ફે કાનાભાઇ પોયલાએ વસીમશા દિલાવરશા ફકીર, 3 અજાણ્યા શખસ વિરૂધ્ધ ઉછીના પૈસા આપેલા હતા તે બાબતે ફોન કરીને ઉઘરાણી કરતા હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
વધુ નવું વધુ જૂનું