અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના વીરનગરની શિવાનંદ મિશન હોસ્પિટલમાં 40 દર્દીએ મોતિયાના ઓપરેશન કરાવ્યાં મોતિયાની સર્જરી બાદ 10ને અંધાપો, 3 ગંભીર

રાજકોટ જિલ્લાના જસદણના વિરનગર ખાતેની શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં ચાર દિવસ પહેલાં 40 દર્દીના મોતીયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને તે પૈકી 10 દર્દીને અંધાપાની અસર થતા ભારે દોડધામ થઈ પડી હતી. 
જો કે તેમને સ્થાનિક સ્તરે જ સારવાર આપી દેવામાં આવતાં સાતની સ્થિતિમાં સુધારો થઇ ગયો છે જ્યારે ત્રણ દર્દીની હાલત નાજૂક હોવાથી તેમને અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે.

ઘટનાને પગલે રાજકોટ-ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક હોસ્પિટલે દોડી આવી હતી અને હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી હતી. 

અંધાપો આવવાનું પ્રાથમિક તારણ ઇન્ફેક્શન લાગ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જેની તલસ્પર્શી તપાસ હાથ ધરાયા બાદ સાચું કારણ બહાર આવશે. 

અંધાપાની અસરના પગલે દર્દીઓના પરિવારજનોમાં ચિંતા સાથે ભારે હોબાળો મચી ગયો હતો. વિરનગરની આંખની હોસ્પિટલમાં ઓપરેશન બાદ 10 દર્દીમાંથી 7 દર્દીને રીકવરી થઇ જતાં તબીબો, ટ્રસ્ટીઓ તેમજ આરોગ્ય ટીમને આંશિક હાશકારો થયો હતો.

હજુ કોઇની ફરિયાદ આવી નથીઃ પોલીસ

ઘટનાની અમને જાણ થઇ છે અને આજે જ તે બહાર આવી છે જેના અનુસંધાને અમે સ્થળ તપાસ માટે આજે ગયા હતા અને જાણવા મળ્યું છે કે એક જ દર્દીની હાલત ખરાબ છે અને તે બહાર છે. હજુ અમને કોઇ ફરિયાદ પણ મળી નથી. > એન.પી.ગોહિલ, પીએસઆઇ,આટકોટ

આવી ઘટના પાછળ અનેક કારણ હોઇ શકે છે

ઓપરેશન બાદ ઇન્ફેક્શન લાગી શકે છે તેના માટે અનેક કારણો જેવા કે, વ્યસની કે મલ્ટીપલ બીમારીથી પીડિત દર્દીને આડઅસર થઇ શકે. સર્જરી દરમિયાન વપરાતા સાધનો જો ઓટોક્લીન ન રહ્યા હોય, વપરાતા સોલ્યૂશનમાં ડિફેક્ટ હોય તો પણ આવું બનવાની સંભાવના છે. માઇક્રોબાયોલોજિકલ ઇવોલ્યૂશન કરાય તો ઇન્ફેક્શનનું સાચું કારણ જાણી શકાય. > ડો. કમલ ડોડિયા, ઓપ્થેલ્મોલોજિસ્ટ

વધુ નવું વધુ જૂનું