આજે નવી પેઢી કદાચ ગાંધીબાપુના નામ અને કામથી પરિચિત નથી. એમને સત્યની તાકાતની કદાચ ખબર જ નથી. યુવાપેઢી અહિંસાથી 7 ગાવ દુર જ છે. બાપુએ વિશ્વને આપેલા બે અમોધ શસ્ત્રો " સત્ય " " અહિંસા " થી વાકેફ નથી. આત્મબળથી સલ્તનતને પણ હરાવી શકાય છે એવું માની શકશે નહી.
ગાંધીબાપુ ના ઉપવાસ તો હવે ભવિષ્યમાં પણ જોવા મળશે નહી બાપુની ઉપવાસ માત્રની જાહેરાતથી સરદાર પટેલ જવાહરલાલ નહેરુ સહિત આગેવાનો ફાળ પડતી કે હવે શું થશે? હવે શું કરીશું ?
અંતરઆત્માનો અવાજ તો 2014 પછી આપણે સાંભળવાનું જ બઁધ કરી દીધું છે. નેતિક મૂલ્યો સાફ સફાઈ સંપ સ્વાવલંબન સત્ય અને માત્ર સત્ય જ બોલવું અહિંસા પર વધુ ભાર મુકવો. બધું જ આપણે કેટકેટલું ભુલી ગયા છે. નવી પેઢીને શું શીખવીએ ?
આજે ભારત તો ઠીક વિશ્વના કોઈ પણ દેશમાં એક એવો નેતા બતાવો જે પોતાના દેશની ગરીબી બેકારી જોઈ કાયમ માટે વકીલનો થ્રી પીસ સુટ છોડી માત્ર એક પોતડી હંમેશા માટે ધારણ કરી લે. છે કોઈ આજના હાઈફાઈ નેતાઓના જમાનામાં આવા નેતા? દુર દુર સુધી કોઈ નજર આવશે નહી
ઓછામાં ઓછી જરૂરિયાતો રાખવી ભોગવાદની નીતિને આપણે યાદ રાખી હોત કદાચ દેશ વધુ અમીર હોત.
આપના ગુજરાતના પોરબંદર જેવા નાનકડા શહેરમાં જન્મી વિશ્વનેતા ભારતના રાષ્ટ્રપિતા બનવું એ તમે આજે તો કલ્પી પણ ના શકો.
જેના એક બોલનું દેશ તો આખા વિશ્વમાં વજન પડે એવો નેતા હવે કદાચ હવે આપણે જોવા નહી મળે.
જે નાથુરામ ગોડસે સહિતના કાર્યકરોએ ગાંધીવધ કર્યો હતો એ લોકો હવે મજબુરીમાં બાપુની પુણ્યતિથિ ઉજવવા બહુ ઉતાવળા બન્યા છે. ગાંધી નામ નહી વિચારધારા છે.
ધરતી વરસોવરસ તપ કરે પછી યુગપુરુષ ગાંધી જન્મે છે.
આવા મહાન એકમેવ લોકલાડીલા નેતાની સંપત્તિ જુઓ તો હાથે વણેલી ખાદી કેડે બાંધેલી બાવા આદમના જમાનાની ઘડિયાળ લાકડી અને રેંટિયો હતા.
આઝાદીની તમામ લડાઈઓ સત્ય પ્રેમ અહિંસાથી પાર પાડનાર.
વિદેશી માલનો બહીષ્કાર મીઠા સત્યાગ્રહ માટે અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી ગામ સુધીની એતેહાસિક દાંડી કુચ કરેંગે યા મરેંગેની વીર ઘોષણા સમાજ સુધારણા મહિલાઓનું હમેશા કલ્યાણ જ વિચારવાનુ મહિલાઓની ઉન્નતિ પ્રગતિ પર ભાર મુકવો કલ્યાણકારી પત્રકારત્વ. સાહિત્ય લેખન જોડણીકોશ સર્જન આદ્યત્મિક સુવાસ સાથે સર્વધર્મ સમભાવ આરોગ્ય સામે દેશી ઉપચાર ત્યાગ અને બલિદાનમાં હંમેશા આગળ રહેવું.
એક જ જીવનમાં એક જ વ્યક્તિથી શક્ય જ નથી. કોમી રમખાણોમાં એક પણ હથિયાર વગર સામી છાતીએ ધસી જવા જેવું જીગર કોઈ માઈના લાલ નેતા પાસે ત્યારે પણ નહોતું આજે પણ નથી.
બાપુના વિરાટ વ્યક્તિત્વ ચારિત્ર્યને બાપુની નજીક પણ પહોંચવાની આજના નેતાઓની હેસિયત નથી. ગીતા કુરાનના આર્દશોને દયાનમાં રાખી માનવતા ઇન્સાનિયતને જ મહત્વ આપ્યું.
આજે પણ દિલ્હીના રાજઘાટ પર બાપુની સમાધી પર દેશવિદેશના સાવ સાધારણ માણસથી માંડીને વિન્રમ ભાવે નતમસ્તક ફૂલો ચડાવી બાપુને શ્રધ્ધાજલી અર્પણ કરે છે.
વિશ્વના આ મહામુલા અનન્ય અણમોલ અતુલ્ય કોહિનૂર મહાન રાષ્ટ્રભક્ત ગરીબો પછાતો મહિલાઓ દલિતોના હક માટે આજીવન ઝઝૂમનાર મહામાનવના ચરણોમાં સમગ્ર વિશ્વના શાંતિ અને અહિંસાને ચાહનારા કરોડો કરોડો ગાંધીપ્રેમીઓના કોટી કોટી વંદન.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
93769 81427