હમણાં હમણાં થોડા સમયથી અંબાલાલ પટેલ ખુબ ચર્ચામાં છે. અંબાલાલનું પુરુ નામ અંબાલાલ દામોદરદાસ પટેલ છે. અંબાલાલ અમદાવાદના દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામના છે. અંબાલાલની પત્નીનું નામ ગૌરી બેન છે.
અંબાલાલને બે દીકરા અને એક દીકરી છે. અંબાલાલના મોટા દીકરા રાજેન્દ્રભાઈ પહેલા અમેરિકા હતા. હમણાં એક હોસ્પિટલ ચલાવે છે નાના દીકરા સતીશ પટેલ માસ્ટર ઓફ ઇન્ફરોમેશન ટેક્નોલોજીનો કોર્ષ કરેલો છે.
હાલ ઓસ્ટ્રેલિયામા પોતાનો બિઝનેસ કરે છે. અંબાલાલની દીકરી પણ ડોક્ટર છે. અંબાલાલનો વારસાગત ધંધો ખેતી છે. અંબાલાલે આણંદની એગ્રીક્લ્ચર કોલેજમાંથી કૃષી સ્નાતકની પદવી મેળવેલ છે. અંબાલાલ બીજ પ્રમાણન એજન્સીમા આસિસ્ટન્ટ ડાયરેક્ટર પદે છે.
આ અંબાલાલ હમણાં હમણાં વરસાદની સચોટ આગાહીના કારણે ચર્ચામાં આવ્યા છે. અંબાલાલે હવામાન નિષ્ણાંતની કોઈ ડિગ્રી મેળવેલ નથી. છતાં આખા ગુજરાતમા વરસાદની સચોટ આગાહી કરીને આપણે બધાને આશ્રયચકિત કરી દીધા છે.
અંબાલાલ બીજ પ્રમાણન એજન્સીની નોકરી દરમિયાન ફરજના ભાગરૂપે જુદા જુદા ગામોમાં અલગ અલગ ખેડૂતોને મળતા હતા.
મુળ અંબાલાલ ખેડૂત પુત્ર એમને વરસાદ હવામાન ખેતી પાકો વિશે થોડી જાણકારી હતી. અંબાલાલ ખેડુતોની મુલાકાત દરમિયાન વિચારતા હતા કે ખેડુતોને હવામાન વરસાદ વિશે આગોતરી માહિતી મળે તો એ માહિતી ખેડુતોને ખુબ ઉપયોગી થાય એમ છે અંબાલાલ સતત મનોમંથન કરતા રહ્યા. અંતે અંબાલાલ સફળ થયા.
અંબાલાલની માહિતી ખેડુતો માટે આશીર્વાદરૂપ બની. કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદી પણ હવામાનનો વરતારો જાણવા અંબાલાલ સાથે ચર્ચા કરતા
હતા.અંબાલાલે ખેડુતોને બદલાતા હવામાનની માહિતી આપવા ખુબ જ મહેનત કરી છે.
અંબાલાલે મેઘ મહોદય પ્રાચીન વર્ષા વિજ્ઞાન વારાહી સંહિતા બૃહદ સંહિતા ભદ્રબાહુ સંહિતા આરંભ સિદ્ધિ સૂર્ય ગણિત ખગોળ ગણિત ગ્રહણ ગણિત kundliya❤️સઁવતરી કુંડળી ચોમાસાના વ્રતારાનો કોહિનૂર દેશી વાયુ ચક્ર જેવા અનેક પુસ્તકોમાંથી જોઈતી માહિતી મેળવી.
અંબાલાલની આગાહીઓ સંદેશ જન્મભૂમિ મુંબઈ સમાચાર જી. ટી. પી એલ. દૂરદર્શન ન્યુઝ 18.વી. આર.લાઈવ. વી. ટી. વી ચેનલો પણ કરવા માંડતા અંબાલાલ સમગ્ર ગુજરાતમા જાણીતા બન્યા છે
અંબાલાલ હોળીની જ્વાળાઓ પરથી પણ હવામાનની આગાહી કરી શકે છે.
તમને કદાચ ખબર નહીં હોય આ આ હવામાન નિષ્ણાંત અંબાલાલની ભૂકંપની આગાહી કરવા બદલ ગુજરાત સરકારે ધરપકડ પણ કરી હતી. સરકારે ધરપકડ માટે કારણ આપ્યું હતું કે વૈજ્ઞાનિક પુરાવા વગર ભૂકંપની આગાહી થઈ શકે નહીં. જો કે ભૂકંપની અંબાલાલની આગાહી સાચી પડતા સરકારે અંબાલાલને છોડવા પડ્યા હતા.
હવામાનની આગાહી તો માનવ જાત માટે આશીર્વાદ છે. અંબાલાલ આ સેવાલક્ષી કાર્ય આજીવન કરવા માંગે છે.
અંબાલાલની તાજી આગાહી એ છે કે ગુજરાતમા 5 થી 10 સપ્ટેમ્બર ભારે અતિભારે વરસાદ થઈ શકે છે. ગણેશ મંડળો સાવધાન,આવા અનન્ય એકમેવ અણમોલ અંબાલાલને ભારત સરકારે " ભારત રત્ન "એવોર્ડ આપી સન્માન કરવું જોઈએ.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
93769 81427