અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ઉમરા પોલીસ મથક વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ત્રાટકીને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.

ઉમરા પોલીસ મથક વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ત્રાટકીને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. 
ચોરીની ઘટના અંગે જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ટર્નિંગ પોઇન્ટ પાસે આવેલી "ઓર્નામેન્ટલ જ્વેલર્સ "નામની દુકામાં ઘરફોડ કરવામાં આવી છે. રાત્રી દરમ્યાન ઇકો કારમાં આવેલા બે ઈસમોએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઓર્નામેન્ટલ જ્વેલર્સ દુકાનના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલ 2 કિલો સોનું સહિત 1 કિલો ચાંદી લઈ ફરાર થયા હોવાનું સામે આવ્યુ છે.દુકાનનું આખે આખું શટર ઊંચું કરી કરોડોની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. જો કે, તસ્કરો ડીવીઆર પણ લઈ ફરાર થઈ ગયા છે.
વધુ નવું વધુ જૂનું