WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના મુકાસીર સાહેબ મોરબીમાં પધરામણી કરતાં વ્હોરા બિરાદરોમાં હર્ષની લાગણી

વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના મુકાસીર સાહેબ મોરબીમાં પધરામણી કરતાં વ્હોરા બિરાદરોમાં હર્ષની લાગણી 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દુનિયાભરમાં વસતા દાઉદી વ્હોરા સમાજના મુકાસીર સાહેબ સૈયદી માલેકુલ અશ્તરભાઈ ભાઈસાહેબ શુજાઉદ્દીન મોરબી મુકામે ખાસ મહાન ઓલિયા રાજા સાહેબના ત્રિદિવસીય ઉર્ષ મુબારક નિમિતે મોરબી પધારતા સૌરાષ્ટ્રના વ્હોરા બિરાદરોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટ્યા છે મોરબીમાં મહાન ઓલિયા રાજા સાહેબના હાલ ઉર્ષનો પ્રારંભ થયો છે જેમાં હજારો સમાજના લોકો અદન અને અકીદત સાથે જોડાયા છે 
એમાં ખાસ કરીને મુકાસીર સાહેબ મોરબી પધારતા સમાજમાં સોનામાં સુગંધ ભળી હોય એવો ઘાટ ઘડાયો છે. મુકાસીર સાહેબ અન્ય ગામોનો પ્રવાસ કરે એવી શક્યતા છે પણ સત્તાવાર કોઈ પ્રવાસ જાહેર થયો નથી આ અંગે રાજકોટ દાઉદી વ્હોરા સમાજના મહીલા ગ્રુપના અગ્રણી દુરૈયાબેન એસ મુસાણીએ જણાવ્યું હતું કે તા.૨ મે ૧૯૪૮ના રોજ જન્મેલા લાખો વ્હોરા બિરાદરોના મુકાસીર સાહેબની મોરબીની પધરામણીથી પ્રત્યેક લોકોમાં અનેરો ઉમંગ સર્જાયો છે પોતાને વૃદ્ધાવસ્થા હોવા છતાં સ્ફૂર્તિથી કાર્ય કરી રહ્યાં છે તેઓ સમાજની ઝીણી ઝીણી બાબતોનો સમાવેશ કરી સમાજના નાના થી માંડી મોટેરા સુધીના કાર્યો કરી સમાજના લોકોને રાહત પહોંચાડી રહ્યાં હોવાથી દરેકને રાહત છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો