હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ..
સ્ટેટની આવક કરતા દોઢ ગણા ખર્ચે નિર્માણ પામ્યું હતુ આ તળાવ: દુષ્કાળમાંથી પોતાના રાજયની પ્રજાને ઉગારવા દરબાર આલા ખાચરે ઘટતી રકમ રાણીના દાગીના વેચીને ચૂકતે કરી હતી
વર્ષ ૧૯૦૦માં અંગ્રેજ કર્નલ હન્ટરનાં હસ્તે આલણસાગર તળાવનું ઉદઘાટન કરાવાયું હતું
જસદણ સ્ટેટના ન્યાયપ્રિયદરબાર આલાખાચરની દાતારી, શુરવીરતા અને એની કોઠાસુજ ના વખાણની વાતોની સાહિત્યકારો, કલાકારોએ પણ નોંધી છે અને અનેક જગ્યાએ મેળાવડા કે ડાયરામાં જસદણ દરબાર આલાખાચરને અચૂક યાદ કરવામાં આવે છે. છપ્પનીયો દુષ્કાળ સમયે રાજયની આવક કરતા દોઢ ગણા ખર્ચે બનેલુ જસદણનું આલણસાગર તળાવના ઘટતા ખર્ચને પહોચી વળવા રાણીના આભુષણોનું વેચાણ વગેરે જેવી બાબતોને આજ પણ લોકો યાદ કરે છે.
આલણસાગર તળાવનું બાંધકામ જસદણ દરબાર આલા ખાચર પહેલાએ પોતાના શાસનકાળ ઈ.સ. ૧૮૫૧ થી ૧૯૦૪ એ કરાવ્યું હતુ એ વખતે વિક્રમ સવંત ૧૮૫૬માં પડેલ અતિ કપરા છપ્પનિયા દુષ્કાળમાંથી પોતાના જસદણ રાજયની પ્રજાને ભૂખમરાથી બચાવવા આ તળાવ ખોદવામાં આવ્યું હતુ. આ તળાવનું ઉદઘાટન અંગ્રેજ પોલીટીકલ એજન્ટ કર્નલ હંટરના હસ્તે તા.૧૧.૧૧.૧૯૦૦ના રોજ કરવામાં આવ્યું હતુ ત્યારે તળાવના બાંધકામમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા વાળા માણસોને ઈનામો આપવામાં આવ્યા હતા.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
Tags:
Jasdan