અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વિછીયાના ખડકાણા ગામે અહિથી કેમ નીકળ્યો? કહી યુવાન પર હુમલો.

વિછીયાના ખડકાણા ગામે અહિથી કેમ નીકળ્યો? કહી યુવાન પર હુમલો.
વિછીયાના ખડકાણા ગામે રહેતા કરણ દેવરાજભાઈ સદાદીયા(ઉ.વ.21) નામના કોલેજીયન છાત્રને ગામના જ બે શખ્સોએ લાકડીથી માર મારતા વિછીયા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવમાં જાણવા મળ્યા મુજબ, ખડકાણા ગામે રહેતો કરણ સાંજે 6-30 વાગ્યે ગામમાંથી નીકળ્યો ત્યારે સંજય ગોહેલ અને ગોકળ મોતીએ તું અહિંથી શું કામ નીકળ્યો? કહી ઝઘડો કરી લાકડીથી માર મારતાં વિછીયા સારવાર અપાવી રાજકોટ ખસેડાતા હોસ્પિટલ ચોકીના રામશીભાઈ, કેતનભાઈ, તોફિકભાઈ સહિતે વિછીયા પોલીસને જાણ કરી હતી.
વધુ નવું વધુ જૂનું