જસદણમાં આજે લતે લતે ગણેશજી ની સ્થાપના થઈ: આગેવાનોએ શુભેચ્છા પાઠવી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં આજે ૧૪ વિસ્તારમાં જાહેરમાં ગણેશજીની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી હતી જસદણમાં વર્ષોથી ગણેશ મંડળ ચલાવનારા ફ્કત ને ફ્કત ગણેશજીની આરાધના કરવાં માટે જાહેરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કર્યા બાદ સવાર સાંજ આરતી અને ત્યારબાદ ભાવિકોને પ્રસાદ આપે છે કોઈ પણ જાતના ફંડ ફાળા અને પબ્લિસિટી વગર મંડળના દરેક સભ્યો પોતાના ખર્ચે આ કામ દસ દીવસ સુધી નિ:સ્વાર્થ ભાવે કરે છે આજથી જસદણ ગજાનંદની ભક્તિમાં લીન થઈ ગયું છે દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ અને યુવા ભાજપ આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયાએ આ તહેવાર નિમિત્તે જસદણના નાગરીકોને શુભેચ્છા પાઠવી છે અને એમના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સલામતી પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરી હતી.