અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

શ્રી ઘેલાં સોમનાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વિજયભાઈ રાઠોડની નિમણુંકને સર્વત્ર આવકાર

શ્રી ઘેલાં સોમનાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વિજયભાઈ રાઠોડની નિમણુંકને સર્વત્ર આવકાર 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ નજીક આવેલ વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી તરીકે જસદણ જીઆઇડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડની આગામી પાંચ વર્ષ માટે નિમણુંક કરવામાં આવતાં તેમને ઠેર ઠેરથી શુભેચ્છા અને શુભકામના મળી રહી છે 
પવિત્ર યાત્રાધામ શ્રી ઘેલાં સોમનાથ મંદિરના વહીવટ માટે એક નવી સમિતિની રચના સરકાર તરફથી જાહેર કરવામાં આવી હતી 
આ સમિતિની રચના રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના સચિવ દ્વારા કરવામાં આવતાં જેમાં મુખ્યત્વે રાજકોટ જિલ્લા કલેક્ટર અધ્યક્ષ નાયબ કલેક્ટર ઉપાધ્યક્ષ અને જસદણ મામલતદાર સભ્ય સચિવ અને અને અન્ય ૧૩ બિનસરકારી સભ્યોની સમિતિમાં સેવાને વરેલા વિજયભાઈ રાઠોડની નિમણુંકને જસદણ મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહીતના લોકોએ અભિનંદન પાઠવ્યા હતાં 
આ તકે વિજયભાઈએ પણ આ નિમણુંકને લઈ શામેલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે નોંધનીય છે કે ઘેલાં સોમનાથ મહાદેવની આ જગ્યા ખાસ ઇતિહાસ સાથે જોડાયેલી હોય તે હેતુથી દેશ વિદેશથી ભાવિકોની ભારે અવરજવર રહે છે સરકારે પણ કરોડો રૂપિયાનો વિકાસ હાથ ધરી શિવ ભક્તોને માટે ખાસ સુવિધા ઉપલબ્ધ બનાવી છે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો