જસદણમાં સુન્ની મુસ્લિમ બિરાદરોએ ઇદે મિલાદની ભવ્યતાથી ઉજવણી કરી
(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ
જસદણમાં સોમવારે સુન્ની મુસ્લિમ બિરાદરોએ પયગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી હર્ષોલ્લાસથી કરી તેમની યાદમાં ભવ્ય જુલુશ કાઢવામાં આવેલ હતું જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાય દુનિયાને શાંતિ ભાઈચારો અને ભલાઈનો સંદેશ આપનારા હજરત મોહંમદ મુસ્તફા(સ અ વ) સાહેબને ગર્વભેર યાદ કર્યાં હતાં
જસદણમાં સુન્ની મુસ્લિમ બિરાદરો છેલ્લા ૧૨ દિવસથી આ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા હતા જેમાં મુખ્યત્વે વાએઝ, ન્યાઝ નમાજ જેવા અનેકવિધ કાર્યક્રમો કર્યા હતાં જેમાં ઉડીને આંખે વળગે એવી બાબત એ હતી કે સમાજના શ્રીમંતોથી ટકેટકનું કમાઈ ખાનારા લોકોએ નબી સાહેબના આ
જન્મોત્સવ નિમિતે જે ખર્ચ કર્યો તે દિલથી કર્યો હતો રવિવારે શહેરના જુના બસસ્ટેન્ડ વિસ્તારમાં આવેલી જુમ્મા મસ્જિદએ બિરાદરો એકત્ર થયાં ત્યાંથી જુલુશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
જુલુશ શણગારેલા વાહનો સાથે છત્રી બજાર થઈ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફર્યું હતું ઠેકઠેકાણે નાસ્તાના સ્ટોલ ચા પાણીની વ્યવસ્થાની ગોઠવણી સાથે નાના સાથે મોટેરાઓને પણ ચોકલેટ પીપરમેન્ટ આપી જન્મદિવસની ખુશી વ્યક્ત કરી હતી આમ સળંગ ૧૨ દિવસની ગુલામોના મુક્તિદાતા હ. મોહંમદ સાહેબના જન્મોત્સવની ઉજવણી જુલુશ સાથે પૂર્ણ થઈ હતી
આજનું જુલુશ શાંતિપૂર્ણ હતું પોલીસે પણ સજ્જડ બંદોબસ્ત ગોઠવ્યો હતો. દરમિયાન
ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર મોહંમદ મુસ્તફા સાહેબના આજના જન્મદિન નિમિત્તે સૌરાષ્ટ્રના દરેક મુસ્લિમ બિરાદરોને સામાજિક કાર્યકર હુસામુદ્દીન કપાસીએ શુભેચ્છા પાઠવી છે તેમણે જણાવ્યું હતું કે દુનિયાભરના ભલભલા મહારથીઓ એમનાં ગુલામ થવાનો દાવો કરે છે એવા હ. મોહંમદ સાહેબે આજીવન અલ્લાહની બંદગી અને લોકોની ભલાઈ કરી હતી તેમનો દરેક સંદેશ હંમેશા માનવતાલક્ષી રહ્યો છે ખાસ કરીને તેમણે એમનાં જીવનમાં ઝીણી ઝીણી બાબતો એવી રીતે ઉતારી કે જો કોઈ એક ટકો પણ ઉપયોગ કરે તો આ પૃથ્વી ઉપર દરેક લોકો સુંદરતાથી જીવન જીવી શકે આવા મહામાનવને દિલથી દિલના ઊંડાણથી અનુસરીએ તો જીવનમાં એક પણ તકલીફ ન રહે છેલ્લે ઇદે મિલાદ અવસરની દરેક મુસ્લિમ બિરાદરોને શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી.