અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ગુજરાતનો પોલીસ વિભાગ થોડા દિવસોથી ભારે ચર્ચામાં આવી ગયો છે.

ગુજરાતનો પોલીસ વિભાગ થોડા દિવસોથી ભારે ચર્ચામાં આવી ગયો છે. 
આમ આદમી પાર્ટીના નેતા અને જે તે વખતે પોલીસ ખાતામાં ફરજ બજાવી રાજીનામું આપનારા ગોપાલ ઈટાલિયાને થોડા દિવસો અગાઉ જ પ્રમોશન આપ્યું હોવાનો લેટર સામે આવ્યો હતો. જો કે, તેનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ગોપાલ ઈટાલિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ગૃહમંત્રી અને તેના ખાતામાં ચાલતી લાલિયાવાડી અંગે વાત કરી હતી.સુરતમાં ગોપાલ ઈટાલીયાની પ્રેસ કોંફરન્સ કરતાં કહ્યું કે, ગઈકાલે મને હેડ કોન્સ્ટેબલમાં મારી બઢતી થઈ હતી. આ બાબતે મેં સોશિયલ મોડિયામાં પોસ્ટ કરી હતી. આખા ગુજરાતમાં અનેક પોલીસ મિત્રો મારી સાથે જોડાયેલા છે. જે પોસ્ટ વાયરલ થયા બાદ અનેક લોકોએ મને અભિનંદન પાઠવ્યા હતાં .ઘણા લોકોએ મને વેદના વ્યક્ત કરી કે 8 પાસ ગૃહમંત્રીના રાજમાં ગ્રેજ્યુએટ લોકો કઈ રીતે કામ કરી શકે. અમદાવાદ પોલીસના અધિકારીએ પત્ર વ્યવસ્થિત વાંચેલો નથી.મારી પોસ્ટ બાદ અમદાવાદ પોલીસ દ્વારા જે પ્રેસનોટ બહાર પડાઈ તે પાયાવિહોણી છે.
વધુ નવું વધુ જૂનું