અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ભાજપમાં બળવા માટે જવાબદાર પરિબળો ક્યાં ક્યાં ?

આપણે ત્યાં બહુ જુની અને જાણીતી કહેવત છે કે જે બહુ ઝડપથી ઉપર ચડે છે એ એનાથી બમણી ઝડપે પડે છે.એક સમયની શિસ્તબધ્ધ પાર્ટીમાં હવે પહેલી વાર ખુલીને પક્ષના કાર્યકરો નેતાઓ ખુલીને બહાર આવ્યા છે.

લોકસભા ચૂંટણીમાં ભાજપને 400 પાર બેઠકો મળી નહીં એના ઘણા બધા કારણોમાં કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષના આગેવાનોનો ભાજપમાં વાજતે ગાજતે પ્રવેશ. એ વખતે પણ ભાજપના વરસો જુના કાર્યકરો બળાપો કાઢતા હતા કે ભાજપમાં હવે મુળ અસલ ભાજપવાલાને માત્ર ખુરશી સાચવવાનું કામ જ઼ બચ્યું છે. સત્તાના લાડવા ટિકિટ તો બીજી પાર્ટીમાંથી ભાજપમાં આવેલાને રાતોરાત અપાય જાય છે એમની સામેના તમામ કેસો બઁધ થઈ જાય છે જેલમાંથી છૂટેલાનું ઢોલ નગારા સાથે સ્વાગત સ્ટેજ પર હારતોરા પ્રજા બધા તમાશા ચુપચાપ જોયા કરતી હતી. કોંગ્રેસમુક્ત ભારતની વાતો કર્યા કરતા ભાજપ ક્યારે ભાજપ મુક્ત થઈ ગઈ એ કોઈને ખબર પડી નહીં. ચારે બાજુ આયાતી નેતાઓની બોલબાલા થઈ. ટિકિટ પક્ષ બદલનારને અપાઈ. પક્ષ માટે વરસો જાત ઘસી નાખનાર પાયાના પથ્થર જેવા કાર્યકરોની અવગણના ભાજપને ધીરે ધીરે નુકસાન કરી રહી છે આ વફાદાર સેનિકો ચૂંટણી સમયે નિષ્ક્રિય થઈ જતા 
ભાજપ તરફી મતદાન ઓછું થઈ રહ્યું છે. 
લોકસભાની ચૂંટણીમાં ભાજપની હાર માટે ટોચની નેતાગીરી જવાબદાર હતી પણ વાઘને કોણ કહેવાની હિમ્મત કરે કે તારું મોં ગંધાઈ છે?
જમ્મુ કાશ્મીરમાં ભાજપે 43 ઉમેદવારોની યાદી જાહેર કરી. કલાકોમાં યાદી રદ કરવામાં આવી.આ બળવાની શાહી હજુ સુકાઈ એ પહેલા જ઼ હરિયાણામાં ભાજપમાં બગાવત થઈ.હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 90 બેઠકોમાંથી 67 બેઠકોની પહેલી યાદી જાહેર કરી તેમાં હરિયાણા ભાજપમાં રાજીનામાંનો દોર શરૂ થઈ ગયો.
ભાજપે 2019 માં જેમણે ટિકિટ આપેલી હતી એમાંથી આ યાદીમાં 40 ઉમેદવારને પડતા મુકાતા તેમને તરત જ઼ બળવો કરી દીધો. જેમને ટિકિટ ના મળી જેમને આ વખતે
 ટિકિટ મળવાની આશા હતી એ બધાએ સામુહિક બળવો કરતા ભાજપની હાલત કફોડી થઈ ગઈ છે.નાના મોટા પચાસથી વધુ ભજપીઓએ રાજીનામાં ધરી દીધા.
હરિયાણા સરકારના મંત્રી રણજીતસિંહ ચોટાલાંથી માંડીને ભાજપના સાંસદ સાવિત્રી જિંદાલ સહિતના મોટા માથાઓએ તો અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી દીધી છે.આ બળવાથી ડરી ગયેલી ભાજપ બીજા 23 ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી શકી નહીં. બીજી યાદી બહાર હજુ સુધી પડી નથી.
2014 અને 2019 માં લોકસભાની દસેદસ બેઠક કબ્જે કરનાર ભાજપને 2024 લોકસભા ચૂંટણીમાં 10 માંથી માત્ર 5 જ઼ બેઠક મળી કોંગ્રેસ પાંચ બેઠક આંચકી ગયું.બળાત્કારી ગુરુમિત રામ રહીમની તરફેણ ભાજપને નુકસાન કરી ગઈ.
મોદી સરકારે જે ત્રણ કૃષીકાયદા બનાવ્યા હતા એનો સૌથી જબ્બર વિરોધ
હરિયાણા પંજાબ અને દિલ્હીના ખેડુતોએ કર્યો પણ સત્તાના મદમાં ભાજપે ખેડૂતોના વિરોધને ગણકાર્યો નહીં. પરિણામે લોકસભામાં પાંચ બેઠકોનું નુકસાન સહન કરવું પડ્યું.
2019 ની ચૂંટણીમાં ભાજપ યુ. પી. માં 62 હરિયાણામાં 10 પંજાબમાં 2 મળીને 103 માંથી 74 બેઠકો મેળવી સપાટો બોલાવી દીધો હતો. પણ 2024 માં આ આંકડો સાવ ઘટી સીધો 38 નો થઈ ગયો. ભાજપને ત્યારે જ઼ ચેતી જવાની જરૂર હતી.
ભાજપે જાહેર કરેલા 67 ઉમેદવારોમાંથી 20/22 તો રામ રહીમ બાબાના ચુસ્ત સમર્થક હતા બીજા 15 જેટલાં પક્ષ પલટુઓ હતા પછી બળવો નાં થાય તો જ઼ નવાઈ.જોવાની ખૂબી તો એ છે કે રામ રહીમને વારંવાર જામીન આપનાર સુનરિયા જેલના જેલર સુનિલ સાંગવાનને ભાજપને દાદરી બેઠકના ઉમેદવાર બનાવી દીધા.
દાદરી બેઠક પર ભાજપની ધારાસભ્ય બબીતા ફોગટ આ માટે મજબુત દાવેદાર હતી.દેશને ગૌરવ અપાવનાર સ્વચ્છ ઇમેજ ધરાવનાર બબીતાની જગ્યાએ ભ્રષ્ટ જેલરને ટિકિટ આપી ભાજપ શું સાબિત કરવા માંગે છે? બીજા પણ બાહુબલીઓ અને ગૅંગસ્ટરોને ટિકિટ અપાતા ભાજપ ફસાઈ ગયો છે
 આજે સેવા તો કોઈને કરવી નથી. પ્રજાલક્ષી કામો કરવા નથી. બસ માત્ર સત્તાનો લાડવો આખો ખાવો છે. રાતોરાત રોડ પરથી કરોડપતિ અબજોપતિ બનવું છે. આમાં પ્રજાની ગણતરી ઘેટાં બકરાથી વિશેષ નથી.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
93769 81427
વધુ નવું વધુ જૂનું