અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

શું બળાત્કારીઓને ફાંસીની સજા આપણી ભુલ છે ?

આપણે ત્યાં એક નારો હમણાં બહુ ચાલે છે. " બેટી બચાવો બેટી પઢાવો " પણ આખા દેશની વાસ્તવિકતા કઈ અલગ જ છે. માત્ર કાગળ પર ઘોડા દોડાવવાથી કોઈ દિવસ હાલતમાં સુધારો થવાનો નથી.

બેટી ક્યાંથી ભણાવીએ જ્યાં બેટીઓ પોતાની શેરી પોતાની સ્કુલ કોલેજ પોતાના મિત્રમંડળમાં અરે પોતાના ઘરોમાં પણ સલામત નથી.અને આપણે ખાલી ખાલી સબ સલામતના બોગસ ફાલતુ નારા પોકારવામાંથી ઊંચા આવતા નથી.

મહિલાઓની સુરક્ષા કરવામાં આપણે સરિયામ નિષ્ફળ નીવડ્યા છે. કોઈ દીકરી કે કોઈ મહિલા આપણી આસપાસ એકલી હોય તો આપણી પહેલી ફરજ એ છે કે એ સહીસલમાત ઘરે પહોંચી શકે. એણે વિશ્વાસ હોવો જોઈએ ભરોસો હોવો જોઈએ કે હાશ હવે મને કોઈ વાંધો નહી આવે. 

એણે બદલે મહોલ્લા કે શેરીના નાકે ઉભા રહી આપણે આપણા એરિયાની આજુબાજુ રહેતી યુવતીઓ દીકરીઓ મહિલાઓનું બહાર નીકળવું મુશ્કેલ કરી દીધું છે.

મહિલાઓને કામ કરવાને સ્થળે રસ્તામાં રીક્ષામાં બસમાં અરે ચાર દીવાલોમાં ઘરે પણ પોતાની સલામતીની ચિંતા કરવી પડતી હોય તો આપણે ડુબી મરવું જોઈએ.

ગુજરાતમાં બધી બહેનો આપણી માતાબેન સમાન છે. એ સુત્ર ભુલાઈ ગયું છે.મોટી યુવતીઓ તો ઠીક નાની માસુમ પરીઓ પણ નરાધમની પકડની બહાર નથી.ગુજરાતમાં મહિલાઓનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે.છેલ્લા અઠવાડિયાની બળાત્કારો પછી હત્યાની ઘટનાઓ ખુબ ચોંકાવનારી છે 

આપણે બળાત્કારીઓને ફાંસીની સજાની માંગણીઓ કરી ભુલ કરી રહ્યા છે. હવે 
 બળાત્કારીઓ બળાત્કાર કરી હવે સબુત મીટવવા બળાત્કાર પછી હત્યાઓ કરી રહ્યા છે. એટલે હવે બળાત્કાર સાથે હત્યાઓ પણ વધી રહી છે. 

માં સરસ્વતી વિધાની દેવીનું મંદિર ગણાતા શાળા કોલેજના શિક્ષકો આચાર્યો પણ બળાત્કારો કરી રહ્યા છે પછી કોઈ પણ જાતના ડર બીક વગર હત્યાઓ કરી રહ્યા છે. બોલો આપણે ક્યાંથી ક્યાં આપણે જઈ રહ્યા છે.

આનો ઉકેલ શું ? 
આનો કારગર ઉપાય શું? આનો રામબાણ ઉપાય શું? બળાત્કારીઓની દુકાન ઓફિસ જપ્ત કરો. મકાન ખેતર જપ્ત કરો. બેંક ખાતા સીલ કરો. બળાત્કારીઓની પત્ની બાળકો એ નરાધમોથી 6/12 મહિના દુર કરી દો. પછી પણ કોઈ અસર ના થાય પરિસ્થિતિમાં કોઈ સુધારો ના થાય તો બળાત્કારીઓને 10/15 દિવસ સુધી ચાર રસ્તા પર ઉંધા કરી લટકાવો. નીચે આગ પ્રગટાવો. ખોરાક પાણી પણ બઁધ કરી દો. 

કોઈ દયા રહેમ રાખવાની જરૂર નથી. કોઈ પણ વકીલ આવા શેતાનોનો કેસ લે નહી આમનો કેસ ફટાફટ 8/10 દિવસમાં નિકાલ લાવો. પેપરોમાં ટી. વી ઉપર સોશિયલ મીડિયામાં બળાત્કારીઓના ઝાડ પર લટકાવેલા ફોટા વારંવાર મોકલો આ લોકોમાં ખોફ ડરનું વાતાવરણ ઉભું કરવું પડશે. 

બળાત્કારી જો પરણેલા હોય તો એમની પત્નીઓ છૂટાછેડા લઈ લે. માતાપિતા પોતાના લાડકા પુત્ર સાથે સંબંધ તોડી કાઢે. સામાજિક બહિષ્કાર કરો. મિત્રો દોસ્તી તોડી નાંખે સગાવહાલા મોં ફેરવી દે. કઈ નહી તો છેવટે આ નરાધમોને નપુંસક બનાવી દો. જેથી બહાર નીકળી બીજી વખતે બળાત્કાર કરવાને લાયક ના રહે ?
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
93769 81427
વધુ નવું વધુ જૂનું