ગત મોડીરાત્રીના બોટાદ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. બોટાદ શહેર અને જિલ્લામાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જિલ્લા ગઢડા, રાણપુર, બરવાળા તાલુકામાં વરસાદ નોંધાયો છે
બોટાદ શહેરમાં મોડીરાત્રીના સમયે વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના હવેલીચોક, ટાવર રોડ, પાળીયાદ રોડ, જ્યોતિગ્રામ સર્કલ, ભાવનગર રોડ, ગઢડા રોડ, સાળંગપુર રોડ સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો ધોધમાર વરસાદથી શેરીઓમાં અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મોડી રાત્રીના કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરનાં બોટાદના ઝાંપે, જીનનાકા, મઘરપાટ, સીનેમા રોડ, લક્ષ્મીવાડી રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
બોટાદ જિલ્લાના રાણપુર, બરવાળા અને ગઢડા તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ શરૂ થયો હતો. હાલ કપાસની સીઝન ચાલી રહી છે અને વરસાદ પડતા કપાસના પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.