તાં.૦૨/૦૯/૨૦૨૪ શ્રાવણી અમાસ નિમિત્તે (ભાદરવી) મોક્ષધામ યુવા ગ્રુપ દ્વારા કોઠી ગામમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન યોજવામાં આવે છે.
જેમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન કુતરા ઓ માટે લાડુ બનાવવાનું કાર્ય હોય,વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ કોઠી મોક્ષધામ માં વૃક્ષોની જાળવણી તથા લગભગ ૨ એકર માં ફેલાયેલ સુંદર વૃક્ષોની સારસંભાળ નું કાર્ય આ સમગ્ર ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.ભાદરવી અમાસ નિમિત્તે મોક્ષધામ યુવા ગ્રુપ દ્વારા શ્રાવણ માસ ના અંતિમ દિવસે સવારમાં નીકળતી પ્રભાતફેરીમાં મહાપ્રસાદ નું વિતરણ કરવામાં આવે છે