WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

આરોહણ પ્રોજેક્ટ-III અંતર્ગત પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર-જસદણ દ્વારા પરંપરાગત શાકભાજી બીજ વિતરણ કાર્યક્રમ

આરોહણ પ્રોજેક્ટ-III અંતર્ગત પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર-જસદણ દ્વારા પરંપરાગત શાકભાજી બીજ વિતરણ કાર્યક્રમ 

              અપ્રવા એનર્જીના આર્થીક સહયોગ દ્વારા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર- જસદણ અંતર્ગત આરોહણ પ્રોજેક્ટ હેઠળના 10 ગામોના સ્વ સહાય જૂથો સાથે જોડાયેલ 550 બહેનોને આ ચોમાસું સીઝન દરમ્યાન પરંપરાગત શાકભાજીમાં ટામેટા,રીંગણ,ભીંડો,ગુવાર,ગલકા,વાળ,ચોળા,મેથી,પાલક અને ઘણા એમ કુલ 11 પ્રકારના દેશી બીજનું વિતરણ કર્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હાલના સમયમાં બજારમાં મળતા હાયબ્રીડ અને જીનેટિક મોડિફાઇડ વેરાયટીઓના શાકભાજી જે માત્ર દેખાવે જ સારા હોઈ અને આપણા આરોગ્યને ભયંકર નુકશાન પહોંચે છે 
જેના પરિણામો વિશે આપણે બધા વાકેફ જ છીએ. બહેનો પોતાના ઘર ના આંગણા માં વડોલીયું બનાવી આ પરંપરાગત બીજ વાવે અને કોઈ પણ કેમિકલ વગરનું શુદ્ધ શાકભાજી તેમના પરિવારને મળે, અને જરૂરી તમામ પોષક તત્વો આ શાકભાજી દ્વારા મળી રહે. બીજો હેતુ, શાકભાજીનો ખર્ચ બચે જેથી એટલા જ નાણાંની બહેનો બચત કરે જેનો યોગ્ય અને જરૂરિયાત ના સમયે ઉપયોગ કરી શકાય,
મોટાભાગે પોતાના પરિવાર માટે યોગ્ય પોષણ આપવાની જવાબદારી દરેક ઘરની મહિલાઓ પાસે જ હોઈ તેથી આ પરંપરાગત બીજ બહેનોને આપી એક પગલું આપણા આરોગ્ય માટે ભર્યું છે.
 આગામી દિવસોમાં બહેનો તેમાંથી બીજ પકાવી અને બીજ બેન્ક નો સંગ્રહ કરશે અને અન્ય બહેનો સુધી આ પરંપરા પહોંચાડશે ..

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો