અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજ્ય સરકારે ખેડુતો માટે 1419 કરોડનું પેકેજ જાહેર કર્યાને આવકારતાં અલ્પેશભાઈ રૂપારેલિયા

હુસામુદ્દીન કપાસી દ્વારા... 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડુત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદથી થયેલ નુકશાનને પગલે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવતાં આ પેકેજને જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ અને યુવા ખેડુત આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયા એ આવકારી રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા જેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને બહું મોટું નુકશાન થયું હતું.
આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યની સરકાર ખેડુતોની વ્હારે આવતાં તેમનું આ પગલું સમયસરનું ગણાવી રાજ્ય સરકારનું આ કામ પ્રત્યેક ખેડૂતોમાં આવકાર સાંપડ્યો છે અત્રે નોંધનીય છે કે આજે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓગષ્ટ-૨૦૨૪ માસ દરમિયાન વરસેલા વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હ્રદયે રૂ. ૧૪૧૯.૬૨ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં રૂ. ૧૦૯૭.૩૧ કરોડ SDRF હેઠળ અને રાજ્ય બજેટમાંથી સહાય પેટે રૂ. ૩૨૨.૩૩ કરોડ ચૂકવાશે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો