WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સુરેન્દ્રનગરમાંથી ઘરફોડ ચોરી, ચોરીના બાઇક સાથે 2 ઝડપાયા

સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં હોવા અંગે ચોરીના બાઇક સાથે બે શખસો હોવાની બાતમી મળી હતી.આથી ડેમ રોડ પાસેથી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે બે શખસોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.77500નો મુદામાલ જપ્ત કર્યો હતો. જિલ્લા પોલીસ વડાએ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપવા સૂચના આપી હતી. 
આથી સીટી એ ડિવિઝન પોલીસે ટીમ બનાવી તપાસ હાથ ધરાઇ હતી. શહેર વિસ્તારમાં હોવા દરમિયાન બાતમી મળી કે, અજયસિંહ ઝાલા અને અશ્વીનભાઇ ઇશ્વરભાઇને ડેમ હામપર મેલડીમાંના મંદિરે 2 શખસ ચોરીના બાઇક સાથે નીકળનાર છે.

આથી વોચ ગોઠવવામાં આવી હતી. 2 શંકાસ્પદ શખસ આવતા અટકાવી પૂછપરછ હાથ ધરાઇ હતી. જેમાં તેઓ બાઇકના કાગળ ન રજૂ કરતા તપાસમાં બાઇક ચોરીનું હોવાનું બહાર આવ્યું હતું. 

આથી નામ પૂછતા પોતે મફતીયાપરા સુરેન્દ્રનગરના સાહીલભાઇ મહંમદભાઇ પઠાણ, ટાવર પાસે પંડીતના ડેલાના અફઝલભાઇ ઉર્ફે હસમો યુનુસભાઇ ખોખર હોવાનું જણાવ્યું હતું. 

વધુ તપાસમાં તેમની પાસેથી ચાંદીના 4 સિક્કા, ચાંદીની પગની 3 વીંટી સહિત રૂ.77500નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.આ કાર્યવાહીમાં પીઆઇ આર.એમ.સાંગડાના માર્ગદર્શનમાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમ જોડાઇ હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો