WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

આપણા દેશમાં કાયદા કાનૂનને આપણે કેમ માન આપતા નથી ?

આપણા દેશમાં કાયદેસર રીતે બંધારણ અમલમાં છે. કાયદા કાનુનને માન આપવું આપણી દરેકનું ફરજ છે. પણ છેલ્લા કેટલા સમયથી ન્યાય તંત્ર અને પોલીસતંત્રની વિશ્વનીયતા પર ભરોસા પર સવાલો ઉઠી રહ્યા છે.

ન્યાયની દેવીની પ્રતિમાની આંખોની પટ્ટી ખોલવાથી શું ફાયદો થયો? હાથોમાં બઁધારણની નકલ પકડાવવાથી શું લાભ થયો? ના આમાંથી કશું થયું નથી અને થવાનું પણ નથી. શું દરેક ભારતીયને ઇન્સાફ ન્યાય મળતો થયો? શું ભારતનો અદનામાં અદનો ભારતીય પોલીસચોકી અને અદાલતના પગથિયાં ચઢતો થયો? શું ભારતની અદાલતોમાં ચાલતા બધા જુના કેસોનો નિકાલ થઈ ગયો? શું બધા ભારતીયોને મળતી તારીખ પે તારીખ બઁધ થઈ ગઈ? શું પોલીસ ન્યાય તંત્ર અદાલત માત્ર અમીરો શ્રીમંતો માટે છે એ માન્યતા બદલાઈ ગઈ? શું ભારતના 85 કરોડ ભારતીયોને વગર પૈસે લાખો રૂપિયા વેડફાયા વગર ન્યાય મળતો થઈ ગયો? શું આ 85 કરોડ ભારતીયોના કેસ ચાલવામાં જે પહેલા વરસોના વરસ નીકળી જતા હતા એ સિસ્ટમ નીકળી ગઈ? ત્વરિત સાચો સઁતોષજનક ન્યાય મળતો થઈ ગયો? 
શું આપણે 140 કરોડ ભારતીયો ફરીથી પહેલા જેમ પોલીસ તંત્ર ન્યાય તંત્ર પી. આઈ. પી. એસ. આઈ. જજ વકીલો પર શ્રધ્ધા વિશ્વાસ મુકતા થઈ ગયા? 
શું ગુનેગારો બુટલેગરો અસામાજિક તત્વો લુખ્ખાઓ માફિયાઓ ખડણીખોરો હપ્તાખોરો ગભરાઈને ભાગી ગયા? શું ચોરી લૂંટફાટ બઁધ થઈ ગયા? શું લાંચ રિશ્વત લેવાનું બઁધ થઈ ગયું? શું કરોડોના ખર્ચે બનતા બ્રીજો પુલો બિલ્ડીંગો ધસી પડતી બઁધ થઈ ગઈ? શું ભ્રસ્ટાચાર પર અંકુશ આવ્યો ખરો? શું સરકારી અર્ધસરકારી કર્મચારીઓ સમયસર ઓફિસે આવતા થઈ ગયા? શું આ અધિકારીઓના રૂબાબ વટ બોડી લેંગ્વેજમાં કોઈ ફરક પડ્યો ખરો? 
શું આતંકી પન્નુ દાઉદઈબ્રાહીમ પકડાઈ ગયા? શું ગરીબ રોજનું રોજ કમાઈને ખાતા શ્રમજીવીઓની કાલી મહેનતની કમાણીનો મોટાભાગનો હિસ્સો ખાઈ જતા વ્યાજખોરોએ પોતાનો વેપાર બદલી નાખ્યો? 
શું રાજકારણીઓની કરોડો અબજોની ઉપલી આવક બઁધ થઈ ગઈ? શુ રોજેરોજ પકડાતું કરોડોનું પકડાતું ડ્રગ્સ પકડાતું બઁધ થઈ ગયું? અને સૌથી મહત્વની વાત માસુમ નાદાન પરીઓ મસળાતી કુચલાતી મરતી બઁધ થઈ ગઈ? 
શું ભારતની પ્રજા ઈમાનદાર પ્રામાણિક થઈ ગઈ? બધા ભારતીયો એક થઈ ગયા? નેક થઈ ગયા?
ના આમાંથી કઈ થયું નથી અને કોઈ દિવસ થવાનું નથી. તો પછી આ 140 કરોડ ભારતીયોની આંખો પર ન્યાયની દેવીની આંખો પરથી ઉતારેલી પટ્ટીઓ પહેરવાનો મતલબ ખરો?
જય હિંદ 
વંદે માતરમ 
ભારત માતા કી જય
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
93769 81427

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો